Connect Gujarat
ગુજરાત

વડોદરાના એક સહિત પાંચ વોન્ટેડ બુટલેગરોની માહિતી આપો અને મેળવો રોકડ ઇનામ,વાંચો પોલીસે શું કરી જાહેરાત

રાજ્યમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તા નાબુદ કરવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી

વડોદરાના એક સહિત પાંચ વોન્ટેડ બુટલેગરોની માહિતી આપો અને મેળવો રોકડ ઇનામ,વાંચો પોલીસે શું કરી જાહેરાત
X

રાજ્યમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તા નાબુદ કરવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જુદા-જુદા વિસ્તારોમાંથી દારૂનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવી રહ્યો છે. પરંતુ ઘણા એવા બુટલેગરો છે જેઓ ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂનો વેપલો કરી રહ્યા છે. આવા જ કુખ્યાત બુટલેગરમાંથી પાંચ મોસ્ટ વોન્ટેડ બુટલેગરોની યાદી આજે સ્ટેટ મોનીટરીંગ સેલે જાહેર કરી છે. જેમાં જણાવ્યા મુજબ આ પાંચ આરોપી બુટલેગરની માહિતી આપનારને આગોતરા રોકડ ઈનામ આપવામાં આવશે.

ગુજરાતના સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આજે તા.18 ઓક્ટોબરના રોજ રાજ્યના મોટા અને કુખ્યાત બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, સ્ટેટ મોનીટરીંગ સેલ(SMC)ના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ SMC દ્વારા ગુજરાત રાજ્યમાં પરપ્રાંતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઘુસાડનાર પ્રોહિબીશનના મોસ્ટ લીસ્ટેડ બુટલેગરોને પકડવાની કાર્યવાહી કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં પ્રોહીબીશનની ગેરકાયેદસર પ્રવૃત્તિ કરતા મોટા પ્રોહીબીશન બુટલેગરો વિરૂદ્ધ દાખલ થયેલ ગુનાઓ સંબંધે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા તેમજ શહેર-જિલ્લાના સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરતાં કરાવતા આજદિન સુધી મળી આવેલ ન હોય અને નાસતા ફરતા હોય તેમના વિરૂદ્ધ સીઆરપીસી કલમ -70 મુજબ વોરંટ મેળવવામાં આવેલ છે.

આરોપીના નામ અને માહિતી

1) વિશ્વાસ ભીમરાવ ગડરી (બોડોગે) (રહે.મકાન નં.37/38, જાનકીનગર સોસાયટી, નવાપુરા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર) ની સામે પ્રોહિબીશનના 71 ગુના દાખલ છે. જેમાંથી 16 ગુનાઓમાં તે વોન્ટેડ જાહેર કરાયેલ છે.

2) પિન્ટુ ઉર્ફે બારડોલી એસઓ પરષોત્તમ પટેલ (રહે.બારડોલી, હિદાયતનગર, જિ.સુરત) ની સામે 32 ગુના નોંધાયેલા છે. જેમાંથી 10 ગુનામાં તે વોન્ટેડ જાહેર છે.

3) દેવેન્દ્ર ઉર્ફે બંસી રામકુલસિંગ પરીહાર (રહે.એ 301/302 આદિત્ય-24, જે-18 ફ્લેટ સામે, ફાયર સ્ટેશન રોડ, ટીપી-44, ચાંદખેડા, અમદાવાદ શહેર, મુળ ગામ ખજુરી, તા.જિ.મથુરા, ઉત્તરપ્રદેશન) ની સામે 20 ગુના દાખલ છે. જેમાં 2 ગુનામાં તે વોન્ટેડ જાહેર કરાયેલ છે.

4) સુનીલ ઉર્ફે અદો પ્રકાશમલ કેવલરામાણી (રહે.એ-6, રૂમ નં.24, સંત કંવર કોલોની, વારસીયા, વડોદરા શહેર) સામે 5 ગુના નોંધાયેલ છે. જેમાં 2 ગુનામાં તે વોન્ટેડ છે.

5) સુનીલ ઉર્ફે ભંવરલાલ એસઓ મોતીલાલ દરજી (રહે.ગામ ગંડોલી, થાના-ઘાંસા,તા.માવલી, જિ.ઉદેપુર, રાજસ્થાન) સામે 65 ગુના દાખલ છે. જેમાંથી 16 ગુનામાં તે વોન્ટેડ છે.

મોસ્ટ વોન્ટેડ પ્રોહીબીશન લીસ્ટેડ બુટલેગરોને જે વ્યક્તિ સચોટ માહિતી આપીને પકડાવશે તે વ્યક્તિને આરોપી દીઠ રૂ.25000 લેખે આગોતરા રોકડ ઈનામ આપવાનું ગુજરાતના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીએ જાહેર કર્યું છે. જેથી ઉપરોક્ત પ્રોહીબીશનના મોટા બુટલેગરોની જે વ્યક્તિ સચોટ માહિતી આપીને પકડાવશે તે વ્યક્તિને આરોપી દીઠ રૂ.25 હજાર લેખે રોકડ ઈનામ જાહેર કરેલ છે. જેથી સ્ટેટ મોનીટરીંગ સેલના નાયબ પોલીસ અધિક્ષક કે.ટી.કામરીયાને મો.નં.9978409153 પર આરોપીઓ પકડવા સંબંધે સચોટ માહિતી આપીને પકડાવનાર વ્યક્તિને રોકડ ઈનામ આપવામાં આવશે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

Next Story