સોનાની હેરાફેરીનો પર્દાફાશ, પોલીસે 2.75 કરોડનું સોનું જપ્ત કર્યું.

ચોટીલા પોલીસના સફળ ઓપરેશનમા પોલીસે હાઇવે ઉપરથી સોનાની હેરાફેરીનો પર્દાફાશ કરતા સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્વેલર્સના વેપારીઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

author-image
By Connect Gujarat Desk
New Update

ચોટીલા પોલીસના સફળ ઓપરેશનમા પોલીસે હાઇવે ઉપરથી સોનાની હેરાફેરીનો પર્દાફાશ કરતા સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્વેલર્સના વેપારીઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

સૌરાષ્ટ્રનો મુખ્ય દ્વાર ગણાતા ચોટીલા હાઈવે દેશભરનો માર્ગ માનવામાં આવે છે. ચોટીલા હાઇવે ઉપર બસમાં સામાન્ય મુસાફર બનીને થઈ રહેલી સોનાની હેરાફેરીનો ચોટીલા પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં એક 53 વર્ષીય ઈસમની ધરપકડ કરીને ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.બી.વલવી અને તેમની ટીમે રૂ. 2 કરોડ 75 લાખથી વધુની કિંમતનું સોનું જપ્ત કર્યું છે. ચોટીલા પોલીસ સ્ટેશનની ટીમ હાઈવે પર ચેકિંગમાં હતીએ દરમિયાન એક બસમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

જે દરમિયાન રાજકોટમાં રહેતા 53 વર્ષીય સંજયભાઈ મદાણી કાળા રંગનો થેલો લઈને મુંબઈથી રાજકોટ જઈ રહ્યા હતા. એમના થેલામાં શું છે એ બાબતે પૂછપરછ કરતાં તેઓ કોઈ સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસને શંકા જતાં પોલીસે તેમને પોલીસ સ્ટેશન પર લાવીને પૂછપરછ કરી તપાસ કરતાં તેમના થેલામાંથી 4 કિલો 121 ગ્રામ જેટલું સોનું મળી આવ્યું હતું. જેની કિંમત રૂ. 2 કરોડ 75 લાખ જેટલી થઈ રહી છે.જેમાં મળી આવેલા સોનાના આધાર પુરાવા પણ સંજયભાઈ રજૂ કરી શક્યા ન હોય પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને ક્યાંથી સોનું લાવ્યા અને ક્યાં લઈ જઈ રહ્યા હતા તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ચોટીલા પીઆઇ આઈ.બી.વલવી ચલાવી રહ્યાં છે.

 

Latest Stories