/connect-gujarat/media/media_files/5vGphl3cSrGPSVhJrcLR.jpg)
રાજ્યની સરકારી મેડિકલકોલેજ સંલગ્ન હોસ્પિટલમાં ફરજ પર કરાર આધારિત વર્ગ-1 અને વર્ગ-2ના તબીબી શિક્ષકોને અપાતા માસિક વેતનમાં વધારો થયો છે. શિક્ષકોનામાસિક વેતનમાં30ટકાથી55ટકાસુધીનો વધારોકરવામાં આવ્યો છે.
ગુજરાતમાં શિક્ષકો અવાર-નવાર ભરતી અને પગારને લઈને આંદોલન કરતા હોય છે. ત્યારે શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા તબીબી પ્રાધ્યાપકોના પગારને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યની સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં ફરજ કરાર આધારિત વર્ગ-1 અને વર્ગ-2 ના તબીબી પ્રાધ્યાપકોને માસિક વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.ઋષિકેશ પટેલ દ્વારાX પર પોસ્ટ કરી આ વિશે જાણકારી આપવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબવર્ગ1 ના પ્રોફેસરનો પગાર1,84,000 થી વધારીને2,50,000 કરવામાં આવ્યો છે. વર્ગ1 ના સહ પ્રાધ્યાપકનો પગાર1,67,500 થી વધારીને2,20,000 કરવામાં આવ્યો છે. વર્ગ-1 ના મદદનીશ પ્રાધ્યાપકનો પગાર89,400 થી વધારીને1,38,000 કરવામાં આવ્યો છે. આ સાથે જ વર્ગ-2 ના શિક્ષકોનું વેતન69,300થી વધારીને1,05,000 કરવામાં આવ્યું છે.