ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં મોટા પાયે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.સરકારી દવાખાનાઓમાં વર્ષ 2022માં સર્જન, ચિકિત્સકો અને બાળરોગ ચિકિત્સકોની ખાલી પડેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા GPSC હેઠળ બે હજારથી વધુ આરોગ્ય વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે.
GPSC દ્વારા રાજ્ય આરોગ્ય વિભાગમાં મોટી સંખ્યામાં ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કર્યું છે.જેમાં આવતીકાલ 21 નવેમ્બર, બપોરના 1 વાગ્યાથી 10 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
ગુજરાત આરોગ્ય અને તબીબી સેવા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં જનરલ સર્જન, ફિઝિશીયન, ડર્મેટોલોજિસ્ટ, રેડિયોલોજિસ્ટ, એનેસ્થેટિસ્ટ, ફિઝિશિયન, ઓર્થોપેડિક, ગાયનેકોલોજિસ્ટ સહિતની ક્લાસ 1-2ની ભરતી બહાર પાડવામાં આવી છે.
આ ઉપરાંત ગુજરાત આરોગ્ય સેવા, વર્ગ -2ના તબીબી અધિકારી, કામદાર રાજ્ય વીમા યોજના હસ્તકના વીમા તબીબી અધિકારી (એલોપેથીક), વર્ગ -2 અને સામાન્ય રાજ્ય સેવા, વર્ગ -2ના વિવિધ વિષયના ટ્યુટર, વર્ગ-2ની 1868 જગ્યાઓ માટે MBBSની શૈક્ષણિક લાયકાત સાથે અરજીઓ મંગાવવામાં આવી છે.જેમાં અનુભવ માંગવામાં આવ્યો નથી.