Connect Gujarat
ગુજરાત

GPSCએ પાડી ક્લાસ 1 અને 2ની ભરતી, જાણો કેવી રીતે કરી શકો છો એપ્લાય

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા ક્લાસ 1 અને 2ની 183 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

GPSCએ પાડી ક્લાસ 1 અને 2ની ભરતી, જાણો કેવી રીતે કરી શકો છો એપ્લાય
X

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા ક્લાસ 1 અને 2ની 183 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. નાયબ પોલીસ અધિક્ષકની કુલ 8, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ 48, નાયબ કલેક્ટર,નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)ની કુલ 1, જિલ્લા/ નાયબ રજીસ્ટ્રારની કુલ 1 એમ સંયુક્ત રીતે વર્ગ-1ની કુલ 73 જગ્યાઓ માટે ભરતી છે.

આ સિવાય રાજ્યવેરા અધિકારીની 75, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, મામલતદારની 12, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 1, સરકારી શ્રમ અધિકારીની 2, એમ સંયુક્ત રીતે વર્ગ-2ની કુલ 110 જગ્યાઓ માટે ભરતી છે. આ સાથે કલાસ 1 અને 2ની કુલ 183 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ઉમેદવારો https://gpsc-ojas.gujarat.gov.in/ સાઇટ પર 28/9/2021થી 13/10/2021 ( બપોર 1 વાગ્યા સુધી ) અરજી કરી શકશે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ કે સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે, તેઓ પણ અરજી કરી શકે છે.

આ સાથે રાજ્ય સરકારના પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા પંચાયત વિભાગમાં મોટા પાયે ભરતી કરવાની જાહેરાત કરી છે. આગામી સમયમાં 7 સેવાઓ માટે 15 હજાર જગાઓ ભરવામાં આવશે. પંચાયત વિભાગ હસ્તકના વિભાગમાં ભરતી કરાશે. જે અંતર્ગત કુલ 16400 જગ્યા ખાલી પડી છે જેમાં 15000 ભરતી કરવામાં આવશે. રાજ્ય સરકારે 2018ની પંચાયત વિભાગની તલાટી તથા સિનીયર અને જુનિયર ક્લાર્કની જગાઓ માટે શરૂ કરેલી ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લીધો છે. આ તલાટી તથા સિનીયર અને જુનિયર ક્લાર્કની ભરતીની પ્રક્રિયાને નવી ભરતી સાથે સંકલિત કરી લેવામાં આવશે. 2018-19મા ભરતી માટે ભરાયેલ ફોર્મમાં ફી પરત કરાશે. જે માટે સમયગાળો પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. 27 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર દરમિયાન ફી પરત કરવામાં આવશે. ઉમેદવારે જે જીલ્લા પંચાયતમાં અરજી કરી હોશે તે જીલ્લા પંચાયતમાંથી ફી પરત મળશે.

Next Story