Connect Gujarat
ગુજરાત

ગુજરાત આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા 22 ઉમેદવારના નામ, યુવાઓને અપાયું પ્રાધાન્ય...

ગુજરાત ચૂંટણીને હવે થોડો જ સમય બાકી છે, ત્યારે રાજ્યમાં રાજકારણ ગરમાઇ રહ્યું છે. તો આજે આપે ઉમેદવારોની 8મી યાદી જાહેર કરી છે

ગુજરાત આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા 22 ઉમેદવારના નામ, યુવાઓને અપાયું પ્રાધાન્ય...
X

ગુજરાત ચૂંટણીને હવે થોડો જ સમય બાકી છે, ત્યારે રાજ્યમાં રાજકારણ ગરમાઇ રહ્યું છે. તો આજે આપે ઉમેદવારોની 8મી યાદી જાહેર કરી છે. જેમાં દહેગામથી યુવરાજસિંહ જાડેજા ટિકિટ આપવામાં આવી છે.

આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી ઉમેદવારોની યાદી પ્રમાણે, દહેગામથી યુવરાજસિંહ જાડેજા ચૂંટણી લડશે. આ સાથે મહિપતસિંહ ચૌહાણ માતરથી ચૂંટણી લડશે. મહિપતસિહ યુવા સરપંચ છે, અને બેરોજગાર માટે આંદોલન કરી રહ્યા છે. વડોદરા શહેરના ચંદ્રિકાબેન સોલંકી, એલિસબ્રિજના પારસ શાહ, નારણપુરાથી પંકજ પટેલ, મણિનગરથી વિપુલ પટેલ, ધંધુકાથી કેપ્ટન ચંદુ બામરોલિયા, અમરેલીથી રવી ધાનાણી, લાઠીથી જયસુખ દેત્રોજા, રાજુલાથી ભરત બલદાણિયા ચૂંટણી લડશે. આ સાથે ભાવનગર પશ્ચિમથી રાજુ સોલંકી, રાધિકા રાઠવા જેતપુર-પાવીથી ચૂંટણી લડશે. આ ઉપરાંત અજીત ઠાકોર ડભોઈથી અને અકોટાથી શશાંક ખરે ચૂંટણી લડશે. ભરૂચ વિધાનસભાના ઉમેદવાર માટે મનહર પરમારનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આમ ભાજપ અને કોંગ્રેસ કરતાં આપ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આગળ છે. તો જંબુસર વિધાનસભાના ઉમેદવાર માટે સાજીદ રેહાનનું નામ જાહેર કરાયું છે.

Next Story