ગુજરાત:G-20 સમિટ યોજવા ભવ્ય આયોજન કરાશે, સરકાર દ્વારા એક્શન પ્લાન ઘડાયો

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપની સત્તા આવ્યા બાદ, ગઇકાલે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાઈ ગયો છે.

ગુજરાત:G-20 સમિટ યોજવા ભવ્ય આયોજન કરાશે, સરકાર દ્વારા એક્શન પ્લાન ઘડાયો
New Update

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપની સત્તા આવ્યા બાદ, ગઇકાલે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાઈ ગયો છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. અને ગાંધીનગર ખાતે સીએમની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં, આગામી અનેક આયોજનો સહિત G-20 સમિટ તૈયારીઓને લઈને ઓફિશિયલ સૂચનો આપવામાં આવ્યા હતાભારત આ વખતે G-20 સમિટનું યજમાન બન્યુ છે, ત્યારે આગામી વર્ષ 2023માં ગુજરાતના આંગણે G-20 સમિટ અંતર્ગત 15 બેઠક યોજાશે. સમગ્ર ભારતમાં G20 અંતર્ગત કુલ 200 બેઠક યોજાનાર છે. જેમાંથી 15 બેઠક ગુજરાતમાં યોજાશે. જેમાં, અમદાવાદ, ગાંધીનગર, સુરત, એકતાનગર અને ધોરડો કચ્છ જેવા સ્થળો પર આ બેઠક યોજાશે. જણાવી દઈએ કે, આ એક બેઠક અંદાજે ત્રણ દિવસીય રહેશે.જાન્યુઆરી મહિનાથી લઈને ઓગસ્ટ સુધી G20 બેઠક ચાલશે. ગુજરાતના અલગ અલગ શહેરમાં દર મહિને G-20ને લગતા અલગ અલગ આયોજન કરવામાં આવશે.G20 બેઠક અંતર્ગત દેશ વિદેશના મોટા નેતાઓ સહિતના દિગ્ગજો ગુજરાતના મહેમાન બનશે. આ સમિટમાં વાઇબ્રન્ટ ગુજરાતની જેમ જ ભવ્ય આયોજન કરવામાં આવશે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #government #G-20 summit #action plan #organized grandly
Here are a few more articles:
Read the Next Article