Connect Gujarat
ગુજરાત

દિવ બીચ ગેમ્સ 2024ની વોલીબોલ ફાઇનલમાં તમિલનાડુની ટીમને 3-1થી ગુજરાતની ગર્લ્સ ટીમએ હરાવી મેળવ્યો ગોલ્ડ મેડલ

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ બીચ ગેમ્સ વોલીબોલ સ્પર્ધા યોજાઇ હતી. આ વોલીબોલ સ્પર્ધામાં ફાઇનલમાં ગુજરાતની ગર્લ્સ ટીમ તથા તમિલનાડુની ટીમ વચ્ચે સ્પર્ધા ગેમ રમાઈ હતી.

X

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ બીચ ગેમ્સ વોલીબોલ સ્પર્ધા યોજાઇ હતી. આ વોલીબોલ સ્પર્ધામાં ફાઇનલમાં ગુજરાતની ગર્લ્સ ટીમ તથા તમિલનાડુની ટીમ વચ્ચે સ્પર્ધા ગેમ રમાઈ હતી. જેમાં તામિલનાડુની ટીમને હરાવી ગુજરાતની ગર્લ્સ ટીમે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. દીવમાં ભારતની પ્રથમ મલ્ટીસ્પોર્ટ્સ બીચ ગેમ્સ 2024 દીવનું આયોજન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના બ્લુ સર્ટિફાઇટ ઘોઘલા બીચ પર કરવામાં આવ્યું હતું તારીખ 4થી લઈને 11 સુધી વિવિધ રમત ગમત રમાઈ રહી છે. ત્યારે ગુજરાતની ગર્લ્સ વોલીબોલ ટીમ તેમજ તામિલનાડુ વચ્ચે ફાઇનલ ગેમ્સ રમાઈ હતી. જેમાં શરૂઆતથી ગુજરાતની ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું.

તમિલનાડુની ટીમમાં ઇન્ટરનેશનલ ખિલાડી હોવા છતા પણ ગુજરાતની ટીમ દ્વારા તામિલનાડુની ટીમને 3-1થી હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

Next Story