ગુજરાત સરકારે 4000 જેટલા શિક્ષકોની ભરતી કરવાની કરી જાહેરાત

ગુજરાત | Featured | સમાચાર, રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવાની યોજના જાહેર કરી

New Update
teachers

ગુજરાત સરકારે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જેમાં રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવાની યોજના જાહેર કરી છે.

આ ભરતી અભિયાન હેઠળ માધ્યમિક વિભાગ માટે અંદાજે 2000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજે 2000 શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે. આ પગલું રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવાના અમારા પ્રયાસનો એક ભાગ છે.

techers

અરજી પ્રક્રિયા અંગે માહિતી આપતા તેમણે ઉમેર્યું, "ઇચ્છુક ઉમેદવારો 12 સપ્ટેમ્બર, 2024થી 26 સપ્ટેમ્બર, 2024 સુધી http://gserc.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે. અમે તમામ પાત્ર ઉમેદવારોને આ તકનો લાભ લેવા પ્રોત્સાહિત કરીએ છીએ."

નોંધનીય છે કે, થોડા સમય પહેલા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક માટે ૧૧ મહિનાના કરાર (કોન્ટ્રાક્ટ) થી નિમણુંક કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપ સરકાર દ્વારા કાયમી શિક્ષકને બદલે કોન્ટ્રાક્ટ પ્રથા દાખલ કરવાની યોજના ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે. શિક્ષણ વિભાગ દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે જ્ઞાન સહાયક માટે પુનઃ જાહેરાત આપવામાં આવી છે.

Latest Stories