ગુજરાત સરકાર દ્વારા વીજ કંપનીના કર્મચારીઓના 5 વર્ષના ફિક્સ પગારના સમયગાળમાં કરવામાં આવ્યો ઘટાડો,વાંચો શું છે નવો નિયમ

ઊર્જા વિકાસ નિગમના કર્મીઓ માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા વીજ કંપનીના કર્મચારીઓ 5 વર્ષના ફિક્સ પગારનાસમયગાળમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

New Update
ગુજરાત સરકાર દ્વારા વીજ કંપનીના કર્મચારીઓના 5 વર્ષના ફિક્સ પગારના સમયગાળમાં કરવામાં આવ્યો ઘટાડો,વાંચો શું છે નવો નિયમ

ઊર્જા વિકાસ નિગમના કર્મીઓ માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા વીજ કંપનીના કર્મચારીઓ 5 વર્ષના ફિક્સ પગારનાસમયગાળમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવેથી કર્મચારીઓને 2થી 3 વર્ષ જ ફિક્સ પગાર પર રાખવામાં આવશે.ગુજરાત ઊર્જા વિકાસ નિગમ અને તેના હસ્તકની વીજ કંપનીઓના કર્મચારીઓને હવે 5 નહીં 2-3 વર્ષ જ ફિક્સ પગાર પર રખાશે. ઉર્જા વિકાસ નિગમ દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને ઊર્જા અને જે મુજબ હવે થી વીજ કંપનીમાં 2 વર્ષ સુધી જુનિયર ઈજનેર નો ફિક્સ પગાર રહેશે, જ્યારે જુનિયર આસિસ્ટન્ટ, હેલ્પર અને પ્લાન્ટ એટેન્ડન્ટ 3 વર્ષ સુધી ફિક્સ પગાર રહેશે. સરકારમાં વર્ગ-3ના કર્મચારીઓ માટે ફિક્સ પગારનો સમયગાળો 5 વર્ષ જ રહેશે. અગાઉ ઊર્જા વિભાગ હસ્તકની વીજ કંપનીમાં ફિક્સ પગારનો સમયગાળો 2 અને 3 વર્ષનો જ હતો. પરંતુ તેને પાછળથી વધારીને 5 વર્ષનો કરવામાં આવ્યો હતો

Latest Stories