Connect Gujarat
ગુજરાત

રાજ્યના મોટા શહેરોમાં પર્યટન સ્પોટ ઊભા કરવા ગુજરાત સરકાર સજ્જ...

ગુજરાત રાજ્યનું વર્ષ 2023-24નું વાર્ષિક અંદાજપત્ર તા. 23 અથવા 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં રજૂ થશે.

રાજ્યના મોટા શહેરોમાં પર્યટન સ્પોટ ઊભા કરવા ગુજરાત સરકાર સજ્જ...
X

ગુજરાત રાજ્યનું વર્ષ 2023-24નું વાર્ષિક અંદાજપત્ર તા. 23 અથવા 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં રજૂ થશે. ગયા વર્ષે રાજ્યનું બજેટ 2.44 લાખ કરોડ હતું. વિશ્વસનિય સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે તેમાં 10 ટકા જેટલો વધારો થશે એટલે કે, આ વર્ષનું અંદાજપત્ર 2.70 લાખ કરોડની આસપાસ રહેશે. આ બજેટમાં ખાસ કરીને મોટા શહેરોમાં પર્યટન સ્પોટ ઊભા કરવા મુખ્યમંત્રી તરફથી ખાસ દરખાસ્ત કરાઈ છે.

ગુજરાત સરકારના વિવિ‌ધ વિભાગો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝેન્ટેશન કરાઇ રહ્યાં છે. ગાંધીનગરમાં પ્રેઝન્ટેશન ધમધમાટ જોવા મળી રહ્યો છે . 9 જેટલા વિભાગોના પ્રેઝન્ટેશન જોયા બાદ ફાઇનલ બજેટ તૈયાર કરવા મંજૂરી અપાઇ છે. આ તમામ ફાઈલોનો અભ્યાસ કર્યા બાદ તેમણે મંજૂરી આપવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં અનેક ટુરિસ્ટ પોઇન્ટ ડેવલોપ કરવા એક રૂપરેખા નક્કી કરવામાં આવી છે, જેથી બહારથી આવતા સહેલાણીઓ આ ટુરિસ્ટ પોઇન્ટની મુલાકાત લઈ શકે અને ગુજરાતની સંસ્કૃતિ અને સભ્યતાથી વાકેફ થઈ શકે. જેથી કહી શકાય કે, રાજ્યના મોટા શહેરોમાં પર્યટન સ્પોટ ઊભા કરવા ગુજરાત સરકાર સજ્જ થઈ બની છે.

Next Story