/connect-gujarat/media/media_files/2025/03/25/gRO3OSCyLdgSjG9guVkR.png)
ગુજરાત વિધાનસભામાં યોજાયેલા સન્માન સમારોહમાં વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપતા વિવાદ સર્જાયો હતો.
આ મામલો રાજકારણ, સોશિયલ મીડિયા અને મીડિયામાં ચર્ચાનો વિષય બનતા હવે સરકારે વિક્રમ ઠાકરો અને અન્ય કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રિત કર્યા છે. આગામી 26-27 માર્ચે વિક્રમ ઠાકોર, સાગર પટેલ, મલ્હાર ઠાકર સહિતના 200થી વધુ કલાકારો અને સંગીતવાદકોને ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.
ત્યારે ગુજરાત સરકારે ડેમેજ કંટ્રોલ કરવા માટે વિક્રમ ઠાકોર સહિત 200થી 300 કલાકારોને વિધાનસભામાં આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.