ગુજરાત સરકારનો હાઉસિંગ સોસાયટીમાં ટ્રાન્સફર ફી અંગે લીધો મહત્વનો નિર્ણય

હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈ પણ ઘરના ખરીદ/ વેચાણ સમયે કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં વધુ રૂ. એક લાખ કરતાં કોઈ વધુ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકશે નહીં તેવી જોગવાઈ કરાઈ

New Update

ગુજરાતમાં હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓનું સંચાલન સહકારી કાયદા અન્વયે થતું હોય છે.આવી સોસાયટીઓમાં કોઈ વ્યક્તિ દ્વારા ઘરની ખરીદી કરાય ત્યારે સોસાયટી દ્વારા તે વ્યકિત પાસેથી ટ્રાન્સફર ફી વસૂલાય છે.

Advertisment

આવી ટ્રાન્સફર ફી બાબતે સહકારી કાયદા અને નિયમોમાં જોગવાઈ ન હોવાના અભાવેસોસાયટીઓ દ્વારા મનમાની કરીને વ્યક્તિઓ પાસેથી મોટી ટ્રાન્સફર ફી વસૂલાતી હોવાની ફરિયાદો રાજ્ય સરકારને મળતી હતી. આ વાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સહકારી કાયદામાં સુધારા કર્યા છે.

રાજ્ય સરકારે ત્રીજી માર્ચસોમવારના રોજ સહકારી કાયદામાં સુધારા કરી કેટલાક નિયમો નક્કી કર્યા છે. જે અનુસાર હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈ પણ ઘરના ખરીદ/ વેચાણ સમયે કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં વધુ રૂ. એક લાખ કરતાં કોઈ વધુ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકશે નહીં તેવી જોગવાઈ કરાઈ છે.

આ રકમ મહત્તમ છેતેથી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટી પોતાની મેળે તે રકમમાં ઘટાડો કરી શકે છે. જો કેકોઈ પણ સંજોગોમાં આ રકમથી વધુ રકમ વસૂલ કરી શકાશે નહીં.

રાજ્ય સરકારને અનેક ફરિયાદો મળ્યા પછી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીમાં થતી હેરાનગતિને અટકાવવા માટે ટ્રાન્સફર સંબંધિત જરૂરી નિયમો બનાવવાનું નક્કી કરાયુ હતું. 

આ અંગે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કેહાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં પ્રમુખ/મંત્રી અને કમિટી સભ્યો દ્વારા મકાનની ખરીદ/વેચાણ સમયે વ્યક્તિને ટ્રાન્સફર ફી વસૂલવા માટે કરાતી કાર્યવાહી સામે પણ મોટી રાહત મળશે.આ નિયમો અનુસારકોઈપણ કાયદેસરના વારસદારને જો કોઈ અવેજ વગર મિલકત ટ્રાન્સફર કરાઈ હશે તો પણ ટ્રાન્સફર ફી વસૂલી નહીં શકાય. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ પાસેથી ડેવલપમેન્ટ ચાર્જદાન કે અન્ય કોઈપણ નામે ગમે તેટલી રકમ (ટ્રાન્સફર સમયે) સોસાયટી દ્વારા વસૂલ કરી શકાશે નહીં.

Advertisment
Latest Stories