ગુજરાત : નવા આંકડાકીય વર્ષથી સરકારની પ્રજાને ભેટ, એક્સપ્રેસ અને નેશનલ હાઇવે પર ટોલટેક્સમાં નવા દર લાગુ

નવા નાણાકીય વર્ષથી કેન્દ્ર અને રાજ્ય સરકારે ટોલટેક્સમાં વધારો કરીને રાજ્યની પ્રજાને નવા નાણાકીય વર્ષની ભેટ આપી છે. એક્સપ્રેસ અને નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો પર ટોલ દરમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. 

New Update

આજથી ટોલટેક્સમાં વધારાનો અમલ શરૂ, એક્સપ્રેસ અને નેશનલ હાઇવે પર ટોલબુથમાં નવા દર લાગુ

Advertisment

વર્ષ 2025ની શરૂઆતથી જ દેશમાં મહત્વની ગણાતી બાબતોમાં ઉલ્લેખનીય ફેરફાર જોવા મળી રહ્યો છે, જયારે પહેલી એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થતાની સાથે જ લોકોના આર્થિક બજેટ પર અસર જોવા મળી રહી છે.

24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતા એક્સપ્રેસ હાઇવે અને નેશનલ હાઇવે પરથી પસાર થવા માટે વાહન ચાલકોએ હવે વધુ ટોલટેક્સ ચૂકવવો પડશે, જે નવા દર આજથી જ લાગુ કરવામાં આવ્યા છે. અમદાવાથી વાપી સુધી સહિત તમામ હાઇવે પર ટોલ ટેક્સમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.

જાણવા મળ્યા મુજબ ચાર મહિના પહેલા 70 ટકા જેટલો ટોલટેક્સ વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. લોકોના વિરોધ વચ્ચે થોડો સમય માટે એને સ્થગિત કરાયો હતો પરંતુ ત્યારબાદ ફરી લાગુ કરી દેવામાં આવ્યો હતો.ચાર મહિના બાદ ફરી ટોલટેક્સમાં વધારો કરવામાં આવતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો.

ટોલટેક્સનાં વધારા સામે વલસાડ નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થતાં ટ્રક ચાલકોએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે ટ્રક ચાલકો માટે કોઈ પણ પ્રકારની હાઇવે ઓથોરિટી દ્વારા સુવિધાઓ આપવામાં આવતી નથી અને માત્ર ભાવ વધારો કરવામાં આવે છે.

દક્ષિણ ગુજરાતના નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ બોરિયાચ ટોલબુથ પર ટોલ દરમાં વધારો કરવામાં આવતા વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી હતી અને માત્ર સાડા ચાર મહિના બાદ ફરી ટોલટેક્સમાં વધારો કરવામાં આવતા વાહન ચાલકો પર આર્થિક ભારણ વધ્યું છે.

લાઈટ મોટર વ્હીકલના રૂપિયા 115ની જગ્યાએ 120 રૂપિયા ચૂકવવાના રહેશે. કોમર્શિયલ વ્હીકલના રૂપિયા 190ની જગ્યાએ 195 રૂપિયા દર લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે બસ અને ટ્રકના રૂપિયા 395ની જગ્યાએ રૂપિયા 410 ચૂકવવાના રહેશે.

Advertisment

આ ઉપરાંત મલ્ટી એક્સલ વાહનોના રૂપિયા 620ની જગ્યાએ રૂપિયા 640 અને મોટા વાહનોના રૂપિયા 755ની જગ્યાએ રૂપિયા 780 ચૂકવવાના રહેશે.
 

Advertisment
Latest Stories