રાજ્યમાં ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, 6 વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકા મતદાન

ગ્રામ પંચાયતોની ચુંટણીમાં સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાયું છે.રાજ્યમાં 8 હજાર કરતાં વધારે ગામોમાં યોજાઈ હતી ચૂંટણી

રાજ્યમાં ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, 6 વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકા મતદાન
New Update

રાજયમાં રવિવારે યોજાયેલી ગ્રામ પંચાયતની ચુંટણી એકંદરે શાંતિપુર્ણ માહોલમાં પુર્ણ થઇ હતી. મતદારોએ સરપંચ અને વોર્ડ સભ્યની ચુંટણી લડી રહેલાં મુરતિયાઓના ભાવિ મતપેટીમાં સીલ કરી દીધાં છે. રાજયમાં ગ્રામ પંચાયતોની ચુંટણીમાં સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાયું છે. રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ હતી. રાજ્યમાં સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે. સાંજ 6 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 57 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 60 ટકા, મધ્ય ગુજરાતમાં 58 ટકા મતદાન થયું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થઇ રહેલા મતદાનમાં ક્યાંક નાના મોટા વિવાદ અને ઘર્ષણ પણ થયા હતા.

તો ક્યાંક આચારસંહિતાનો ભંગની ફરિયાદ પણ થઈ હતી. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતના સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે તંત્ર સજ્જ થયું હતું. તમામ ઉમેદવારો ભાવિ મતપેટીમાં સીલ થઈ ચૂક્યું છે. રાજ્યભરમાં મંગળવારે મતગણતરી યોજાશે.

#Gujarat #ConnectGujarat #Voting #મતદાન #સરપંચ #ગ્રામ પંચાયતની ચુંટણી #Grampanchayat Eletion #Grampanchayat Eletion Voting #ગ્રામ પંચાયતચુંટણી મતદાન #ગામડાનો ગાદીપતિ કોણ ?
Here are a few more articles:
Read the Next Article