મેન્ગ્રોવ સંરક્ષણમાં ગુજરાત “અગ્રેસર” : ગુજરાત રાજ્યમાં મેન્ગ્રોવ કવર 1,175 ચો.મી. સુધી વિસ્તર્યું...

વૈશ્વિક કક્ષાએ તા. 26 જુલાઈને ચેર સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચેર એટલે કે, મેન્ગ્રોવનો વધારો કરવા ગુજરાત સરકારે મોટાપાયે વૃક્ષારોપણ અને પુનઃ સ્થાપનના પ્રયાસો કર્યા છે.

New Update

ગુજરાત સરકારે મેન્ગ્રોવના વાવેતરનું વ્યાપક અભિયાન હાથ ધર્યું છેત્યારે દરિયાઇ ઇકો-સિસ્ટમને બચાવવા અને તેને પુનઃસ્થાપિત કરવા માટે નક્કર પ્રયાસો ધરતાં ગુજરાત રાજ્ય મેન્ગ્રોવ વૃક્ષોના સંરક્ષણમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક બન્યું છે.

વૈશ્વિક કક્ષાએ તા. 26 જુલાઈને ચેર સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચેર એટલે કેમેન્ગ્રોવનો વધારો કરવા ગુજરાત સરકારે મોટાપાયે વૃક્ષારોપણ અને પુનઃ સ્થાપનના પ્રયાસો કર્યા છે. જેની ફળશ્રુતિરૂપે ગુજરાતમાં મેન્ગ્રોવ કવર 1,175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે. દરિયાઇ ઇકો-સિસ્ટમને બચાવવા અને તેને પુનઃસ્થાપિત કરવા માટે નક્કર પ્રયાસો ધરતાં ગુજરાત મેન્ગ્રોવ વૃક્ષોના સંરક્ષણમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક બન્યું છે. રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્ય મેન્ગ્રોવ વિસ્તારની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમે આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કેમેન્ગ્રોવ વૃક્ષોનું ક્ષેત્ર 1991માં 397 ચોરસ કિલોમીટરથી વધીને 2021માં 1,175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે. ગુજરાત રાજ્યનો કચ્છ જિલ્લો 799 ચોરસ કિલોમીટર મેન્ગ્રોવ કવર સાથે અગ્રેસર છે. જે રાજ્યના મેન્ગ્રોવ કવરનો મોટાભાગનો હિસ્સો ધરાવે છે. આ સાથે જ કચ્છનો અખાતથી લઈને ખંભાતના અખાત સુધીનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારો મેન્ગ્રોવ કવર ધરાવે છે. વર્ષ 2024-25 દરમિયાન કુલ 12,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં મેન્ગ્રોવનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમમેન્ગ્રોવ સંરક્ષણમાં ગુજરાત સતત અગ્રેસર રહેવા સાથે વિશ્વભરમાં ટકાઉ પર્યાવરણીય સંરક્ષણ માટે એક મોટું ઉદાહરણ સ્થાપિત કરે છે.

Read the Next Article

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે  કચ્છ, મોરબી અને જામનગરમાં  કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અમુક

New Update
વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે  કચ્છ, મોરબી અને જામનગરમાં  કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે તો ક્યાંક  હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ વરસી શકે છે. આજે વરસાદની સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે.  અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે.  23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 અને 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે.  એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.