રાજ્યમાં આજે સવારથી વાતાવરણમાં પલટો : અમદાવાદ બાદ બનાસકાંઠા અને અરવલ્લીમાં પણ ધોધમાર વરસાદ શરૂ

રાજ્યમાં આજે સવારથી વાતાવરણમાં પલટો : અમદાવાદ બાદ બનાસકાંઠા અને અરવલ્લીમાં પણ ધોધમાર વરસાદ શરૂ
New Update

રાજ્યમાં આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે સવારથી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયું છે. અમદાવાદમાં પણ સવારથી ધોધમાર વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.

અમદાવાદમાં આજે સવારથી વાતારણમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાનની આગાહી મુજબ અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સિસ્ટમની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. આજે સવારથી અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. અમદાવાદામાં મોટાભાગના વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાઇ ગયા છે

અમદાવાદમાં બોપલ, સેલા, સીલજ,. પ્રહલાદનગર, એસપી રિંગ, રોડ, સાયન્સ સિટી, રાણીપ ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં સવારે ઓફિસ તથા વ્યવસાય માટે જતાં લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડતાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના પણ અહેવાલ મળ્યા છે.

#Gujarat #Ahmedabad #Rain #Attachment
Here are a few more articles:
Read the Next Article