દેશભક્તિના રંગે રંગાયું “ગુજરાત” : 74મા પ્રજાસત્તાક પર્વની રાજ્યભરમાં કરાય ભવ્ય ઉજવણી...

New Update
દેશભક્તિના રંગે રંગાયું “ગુજરાત” : 74મા પ્રજાસત્તાક પર્વની રાજ્યભરમાં કરાય ભવ્ય ઉજવણી...

74મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાય

ગુજરાતભરમાં પ્રજાસત્તાક પર્વે કરાયું ધ્વજવંદન

પોલીસ પરેડ, સાંસ્કૃતિક અને સન્માન કાર્યક્રમ યોજાયા

આજે દેશભરમાં 74મા પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત રાજ્યમાં પણ અલગ અલગ જિલ્લાઓમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના અમરેલી, ગાંધીનગર, નર્મદા, જામનગર અને આણંદ સહિતના જિલ્લાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમ યોજાયા હતા.

દેશના 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની કે.એમ.શાહ શાળા સંકુલ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી આપી હતી. ધ્વજવંદન બાદ પોલીસ જવાનો તરફથી હર્ષ ધ્વની કરાયું હતું. આ તકે જિલ્લા કલેકટરે દેશવાસીઓને મજબૂત રાષ્ટ્રના નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરાર રાખવા સહભાગી બની પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક કરવા માટે સંકલ્પબધ્ધ થવા આહવાન કર્યું હતું.

Latest Stories