ગુજરાત પોલીસમાં બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા 13 એપ્રિલે લેવાશે

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારિરીક  કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી તારીખ 13 એપ્રિલ 2025 રવિવારના રોજ યોજાશે.

New Update
Psi Exam Date

ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા તાજેતરમાં જ PSI ની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જે કસોટી પૂર્ણ થતા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં શારિરીક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની વિગતો જાહેર કરી હતી. ત્યારબાદ હવે ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાની પણ તારીખ જાહેર કરવામાં આવી છે.

Advertisment

ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા 'X' પર માહિતી આપવામાં આવી છે કે, 'બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારિરીક  કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી તારીખ 13 એપ્રિલ 2025 રવિવારના રોજ યોજાશે.પેપર-1 (3 કલાક) અને પેપર-2 (3 કલાક)ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે. વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જોઈ શકાશે.

Advertisment
Latest Stories