પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલે ની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે સોમવારે આ કાર્યવાહી કરી હતી અને એ દરમિયાન એમ કહેવામાં આવી રહ્યું છે કે 'મોરબી બ્રિજ દુર્ઘટના પર ટ્વિટ કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.ગુજરાતમાં મોરબીમાં પુલ તૂટવાના કારણે 135 લોકોના મોત થયા હતા એ ઘટનાને પર ટ્વિટ કરવા બદલ સાકેત ગોખલે ની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાતમાં મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટના સમયે તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલે ફેક ન્યૂઝ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ડેરેક ઓ બ્રાયન નું કહેવું છે કે એ વાતને લઈને હાલ ગુજરાત પોલીસ તેની ધરપકડ કરી છે પાર્ટીના નેતા ડેરેક ઓ બ્રાયન કહ્યું હતું કે સાકેત સોમવારે રાત્રે 9 વાગે નવી દિલ્હીથી ફ્લાઈટ લઈને જયપુર પહોંચ્યા હતો અને ત્યાં ઉતરતાની સાથે જ સાકેતની રાહ જોઈ રહેલા ગુજરાત પોલીસે તેની ધરપકડ કરી હતી. એ પછી મંગળવારે સવારે 2 વાગે એમને તેની માતાને ફોન કરીને પોતાના ધરપકડની જાણ કરી કરતાં જણાવ્યું કે તેને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે. આ સિવાય તેની ધરપકડ દરમિયાન પોલીસે તેને બે મિનિટ ફોન કોલ કરવાની મંજૂરી આપી હતી અને એ પછી ફોન સહિતના તમામ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ વિશે વધુ વાત કરતાં બ્રાયને કહ્યું હતું કે, 'મોરબી બ્રિજ દુર્ઘટના અંગે અમદાવાદ સાયબર સેલમાં તેની સામે ખોટા કેસ નોંધવામાં આવ્યો છે અને આ બધું અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષને ચૂપ નહીં કરાવી શકે. આ સાથે જ તેમણે ભાજપ પર બદલાની રાજનીતિનો આરોપ લગાવ્યો છે.