ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેની ધરપકડ, 'મોરબી બ્રિજ દુર્ઘટના મામલે કરી હતી ટ્વિટ

પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલે ની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે સોમવારે આ કાર્યવાહી કરી હતી

ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેની ધરપકડ, 'મોરબી બ્રિજ દુર્ઘટના મામલે કરી હતી ટ્વિટ
New Update

પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલે ની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે સોમવારે આ કાર્યવાહી કરી હતી અને એ દરમિયાન એમ કહેવામાં આવી રહ્યું છે કે 'મોરબી બ્રિજ દુર્ઘટના પર ટ્વિટ કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.ગુજરાતમાં મોરબીમાં પુલ તૂટવાના કારણે 135 લોકોના મોત થયા હતા એ ઘટનાને પર ટ્વિટ કરવા બદલ સાકેત ગોખલે ની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતમાં મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટના સમયે તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલે ફેક ન્યૂઝ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ડેરેક ઓ બ્રાયન નું કહેવું છે કે એ વાતને લઈને હાલ ગુજરાત પોલીસ તેની ધરપકડ કરી છે પાર્ટીના નેતા ડેરેક ઓ બ્રાયન કહ્યું હતું કે સાકેત સોમવારે રાત્રે 9 વાગે નવી દિલ્હીથી ફ્લાઈટ લઈને જયપુર પહોંચ્યા હતો અને ત્યાં ઉતરતાની સાથે જ સાકેતની રાહ જોઈ રહેલા ગુજરાત પોલીસે તેની ધરપકડ કરી હતી. એ પછી મંગળવારે સવારે 2 વાગે એમને તેની માતાને ફોન કરીને પોતાના ધરપકડની જાણ કરી કરતાં જણાવ્યું કે તેને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે. આ સિવાય તેની ધરપકડ દરમિયાન પોલીસે તેને બે મિનિટ ફોન કોલ કરવાની મંજૂરી આપી હતી અને એ પછી ફોન સહિતના તમામ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ વિશે વધુ વાત કરતાં બ્રાયને કહ્યું હતું કે, 'મોરબી બ્રિજ દુર્ઘટના અંગે અમદાવાદ સાયબર સેલમાં તેની સામે ખોટા કેસ નોંધવામાં આવ્યો છે અને આ બધું અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષને ચૂપ નહીં કરાવી શકે. આ સાથે જ તેમણે ભાજપ પર બદલાની રાજનીતિનો આરોપ લગાવ્યો છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #arrests #Gujarat Police #Trinamool Congress #tweeted #Morbi bridge tragedy #spokesperson #Saket Gokhale
Here are a few more articles:
Read the Next Article