/connect-gujarat/media/media_files/2025/09/12/bjp-gujarat-2025-09-12-13-42-27.jpg)
ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે પુરગ્રસ્ત વિસ્તાર જેવા કે છત્તીસગઢ,પંજાબ અને ગુજરાતના બનાસકાંઠામાં રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ રાજયના મંત્રી રૂષીકેશ પટેલ, કુંવરજી બાવળીયા,મહામંત્રી રજની પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, પાયલબેન કુકરાણી,ગાંઘીનગર શહેર પ્રમુખ આશિષ દવે સહિતના આગેવાનોએ રાહત સામગ્રીના જથ્થા સાથેના ટ્રકોનું પ્રસ્થાન પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કરાવ્યું હતું. પંજાબમાં રેલવેના માધ્યમથી રાહત સામગ્રી મોકલવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/09/12/bjp-gujarat-2025-09-12-13-42-38.jpg)
આ કાર્યક્રમ અંગે પ્રદેશ મહામંત્રી રજની પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી રાજકીય પાર્ટી છે.સમાજની વચ્ચે રહી સમાજમાં સુખ દુઃખમાં ભાગીદાર બને છે. ભારતીય જનતા પાર્ટી સેવા હી સંગઠનના માધ્યમથી જનતાની સેવા માટે હંમેશા તત્પર રહે છે. આજે જે વિસ્તારમાં કુદરતી આફત સર્જાઇ છે તે વિસ્તારમાં સરકાર અને પાર્ટી દ્વારા રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે. ભાજપ સેવા હી સંગઠનના માધ્યમથી જનતાની સેવા માટે હંમેશા કાર્યરત હોય છે જેમ કે મોરબીની પુલ હોનારત, કોરોના કાળ,અતિવૃષ્ટિથી થયેલા નુકશાન હોય દરેક સ્થિતિમાં ભાજપના કાર્યકર્તાઓ જનતાની સેવા માટે જોડાય છે.
રજની પટેલે વધુમાં જણાવ્યું કે, પ્રદેશ કાર્યાલય ખાતેથી છત્તીસગઢના બસ્તર વિસ્તાર દંતેવાડમાં,પંજાબ અને ગુજરાતના બનાસકાંઠામાં કુદરતી હોનારતમાં રાહત સામગ્રી પહોંચાડવાનું શરૂ કર્યું છે. રાહત સામગ્રીમાં જીવન જરૂરિયાતની નાની-મોટી દરેક વસ્તુ જેમ કે, દાળ,ચોખા, તેલ,ઘંઉનો લોટ, ખાંડ, મરચું, ચા, મીઠું, હળદર, માચીસ, મીણબત્તી, વાસણો, કપડા સહિતની વસ્તુઓની કિટ તૈયાર કરવામાં આવી છે.