આગામી 7 દિવસમાં ગુજરાતમાં પડશે વરસાદ, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો

હવામાન વિભાગે આજથી આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે.

New Update

હવામાન વિભાગે અગાઉથી જ ભારતના પહેલા ચોમાસાની આગાહી દર્શાવી હતીત્યારે આજથી આગામી 7 દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે આજથી આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. જેને પગલે 30 મેથી કેરળમાં વરસાદે દસ્તક દીધી છે. જે નૈઋત્યના ચોમાસા તરીકે ઓળખાય છે. જે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. જે અંતર્ગત આજથી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ છેજે 4 દિવસ પછી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં દસ્તક દેશે. હવામાન વિભાગે જણાવ્યું કેરાજ્યમાં વિધિવત ચોમાસુ બેસી જશે. તેવામાં દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે. વલસાડ ઉપરાંત નવસારી જિલ્લાની પૂર્વ પટ્ટીમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. જેને પગલે રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

 

Latest Stories