New Update
/connect-gujarat/media/post_banners/6d1888984073063e31ffd1d0a85a7ea02a14020f8fcece7e968ba4c727d7b58c.webp)
જમીન કૌભાંડના આરોપી જયેશ પટેલને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, જામનગરના વકીલ કિરીટ જોશી મર્ડર કેસના આરોપી જયેશ પટેલને લંડન કોર્ટે ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. અહીં નોંધનીય છે કે, કિરીટ જોશી મર્ડર અને જમીન કૌભાંડ કેસમાં ફરાર જયેશ પટેલ લંડનમાં ઝડપાયા બાદ જેલમાં બંધ હતો. જે બાદમાં જયેશ પટેલ ભારત પરત આવે તે માટે જામનગર અને ગુજરાતની પોલીસ દ્વારા કવાયત શરૂ કરાઇ હતી. આ બધાની વચ્ચે હવે સમાચાર સામે આવ્યા છે કે, લંડન કોર્ટે જયેશ પટેલને ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે.
Latest Stories