New Update
/connect-gujarat/media/post_banners/06284a9bdecd03a387ef8dfca04ec16357bd68f056a6f0dec00076d28d1597c0.webp)
જામનગરમાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને વ્યવસાયે વકીલ એવા હારૂન પાલેજાની સરાજાહેર હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. હારુન પાલેજા બેડી વિસ્તારમાંથી પોતાનું બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે જ 10 જેટલા શખ્સો તિક્ષણ હથિયારો લઈ તૂટી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા નેતાને હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાના પગલે જામનગર એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પર પહોંચી ગયો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હારૂન પાલેજાની હત્યાના વિરોધમાં જામનગરના વકીલ મંડળ દ્વારા આવતીકાલે કોર્ટ કામગીરીથી અળગા રહેવાની જાહેરાત કરી છે.
Latest Stories