Connect Gujarat
ગુજરાત

ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ, ઓઈલ રીંગના 50 કર્મચારીઓને કરાયા એરલિફ્ટ

એક તરફ ગુજરાતમાં Cyclone Biparjoyનું સંકટ તોળાઇ રહ્યુ છે. દરિયાકાંઠા અને આસપાસના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે.

ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ, ઓઈલ રીંગના 50 કર્મચારીઓને કરાયા એરલિફ્ટ
X

દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કર્યુ છે. મધદરિયે ફસાયેલા ઓઇલ રીગમાં કામ કરતા કર્મચારીઓને બચાવવામાં આવ્યા છે.

એક તરફ ગુજરાતમાં Cyclone Biparjoyનું સંકટ તોળાઇ રહ્યુ છે. દરિયાકાંઠા અને આસપાસના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યુ છે. ત્યાં બીજી તરફ દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કર્યુ છે. મધદરિયે ફસાયેલા ઓઇલ રીગમાં કામ કરતા કર્મચારીઓને બચાવવામાં આવ્યા છે. ઓઇલ રીંગના 50 કર્મચારીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. 50 કર્મચારીઓને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ કર્મચારીઓ ‘ઓઇલ ડ્રિલિંગ શીપ કી’ સિંગાપોરના હતા. બિપરજોય વાવાઝોડાને પગલે દ્વારકાનું તંત્ર એક્શન મોડમાં છે. કચ્છમાં અત્યાર સુધી 6730 લોકોનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જેમાંથી 4509 અગરીયા અને 2221 દરિયા કિનારા નજીકના લોકોનું સ્થળાંતર કરાયુ છે. 120 સ્થળો પર સ્થળાંતર કરવામાં આવ્યુ છે. સ્થળાંતર કરવામાં આવેલા તમામ લોકોને 187 શેલ્ટર હોમમા સલામત રાખવામાં આવશે. દ્વારકામાં આજે બપોર બાદ અન્ય વિસ્તારમાં સ્થળાંતર શરૂ કરાશે. બસની વ્યવસ્થા કરીને તમામ સંભવિત અસરગ્રસ્તોને તંત્ર સલામત સ્થળે લઈ જશે. કચ્છમાં 15 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાવવાનો અંદાજ છે. તમામ સેન્ટર પર ફૂડ પેકેટ, મેડિકલ કીટ સહિતની વ્યવસ્થા છે. 1 લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.

Next Story