/connect-gujarat/media/media_files/2025/09/29/heavy-rain-2025-09-29-16-59-15.jpg)
ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે, રાજ્યના તમામ દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.
રાજ્યમાં આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી છે, ખાસ કરીને હવે નવરાત્રીના છેલ્લા દિવસો આવી રહ્યા છે ત્યારે વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ખાબકશે તેવી હવામાન વિભાગની આગાહી છે
1 ઓક્ટોબરે વડોદરા, છોટા ઉદેપૂર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ નર્મદા, નવસારી, વલસાડમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે, આ ઉપરાંત કચ્છ જિલ્લામાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે
2 ઓક્ટોબરે દશેરાના દિવસે કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે
વડોદરા, છોટાઉદેપૂર ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને બાદ કરતા રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે
4 ઓક્ટોબરે રાજ્યના કચ્છ અને દ.ગુજરાતના જિલ્લાઓને બાદ કરતા ઉ.ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અમુક -અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે કચ્છમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે
આજે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. સોરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં રેડ એલર્ટ અપાયું છે.