રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, 47 ડેમ હાઇએલર્ટ પર

સમાચાર, આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેવાની આગાહી વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત

dem
New Update

આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેવાની આગાહી વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે તથા ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં ગુજરાતના દક્ષિણ ભાગમા ઓફ શોર ટ્રફ સક્રિય છે, જેને કારણે રાજ્યના દક્ષિણ ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ ભાગ પર એક લો પ્રેશર ઇમ્પ્રેશન સક્રિય છે, જેને કારણે ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગર તથા આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી જોતા અમદાવાદમાં રાત્રે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.

#Gujarat #વરસાદની આગાહી
Here are a few more articles:
Read the Next Article