ભારતના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

New Update
હવામાન વિભાગની આગાહી, વિવિધ જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસી શકે છે

દેશના ઉત્તર પશ્ચિમમાં બુધવારથી ઘણા રાજ્યોમાં ફરી વરસાદ શરૂ થયો છે. હિમાચલ પ્રદેશમાં, શિમલા-કાલકા નેશનલ હાઈવે-5નો મોટો ભાગ ભૂસ્ખલનથી ધોવાઈ ગયો છે અને વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. ઉત્તરાખંડમાં, અલકનંદા નદીમાં પુલનો એક ભાગ તૂટી પડતા નદીના જોરદાર પ્રવાહમાં એક મજૂર ધોવાઈ ગયો હતો. દિલ્હી-એનસીઆરમાં પણ કેટલીક જગ્યાએ હળવો વરસાદ થયો હતો.

હિમાચલ, પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડ સહિત ઉત્તર પશ્ચિમ ભારતના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે પશ્ચિમ હિમાલય ક્ષેત્ર (જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ), પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ અને પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાનમાં 3 થી 6 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે. આ સિવાય પૂર્વથી પશ્ચિમ ભારત, ઓડિશા, પૂર્વોત્તર રાજ્યો, મહારાષ્ટ્ર, ગોવા અને કોંકણમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 

Latest Stories