આજે આ જિલ્લાઓમાં વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ,હવામાન વિભાગની આગાહી

Featured | સમાચાર , ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી મેહુલિયાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. આ વરસાદી વાતાવરણ વચ્ચે ગુજરાત માટે હવામાન વિભાગની આગાહી

New Update
rain

ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી મેહુલિયાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. આ વરસાદી વાતાવરણ વચ્ચે ગુજરાત માટે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી છ દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. પાછલા બે દિવસની સરખામણીએ આજે વરસાદનું જોર ઘટ્યું છે.

જો કે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.આગામી 6 દિવસ ભારે વરસાદની સંભાવના છે. કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર અને, જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી કરવામાં આવી છે. ઑફશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આ વખતે ચોમાસામાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો છે.

Latest Stories