ગુજરાતની કોલેજોમાં વિદ્યાર્થી-કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત

ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓ ને ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે. સચિવાલયના તમામ વિભાગ સહિત

New Update
halmat

ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓ ને ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે. સચિવાલયના તમામ વિભાગ સહિત સરકારીઅર્ધસરકારી કચેરીબોર્ડ-નિગમસ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ વગેરેમાં ટુ વ્હીલર પર આવતા અધિકારીઓ/કર્મચારીઓ અને પાછળ બેસનારી વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત છે. ત્યારે હવે રાજ્યની તમામ યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાની રહેશે. આ અંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલરને પત્ર લખીને સૂચના આપી છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પત્રમાં લખ્યું કેરાજ્યમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અંદાજેત16.4 લાખ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. તેઓ અવર-જવર માટે મોટા ભાગે ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે. રાજ્યમાં વર્ષ2023 દરમિયાન માર્ગ અકસ્માતમાં કુલ7,854 લોકો મૃત્યુનીપજ્યા હતાજેમાં2,767 (35%) લોકોના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાના કારણે થયા હતા. આ પૈકી2,082 (26.50%) લોકોની ઉંમર26 વર્ષથી ઓછી હતીજે ખૂબ જ આઘાતજનક છે. આ લોકો મોટા ભાગે યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા.

આ પત્રમાં કહેવાયું છે કેહેલ્મેટ પહેરવું એક સરળ અને અત્યંત અસરકારક પગલું છે. હેલ્મેટનો ઉપયોગ કરવાથી માથાના ભાગે ગંભીર ઈજાઓનું જોખમ ઘટાડી શકાય છે. મોટર વાહન અધિનિયમ1988ની કલમ129 મુજબ ટુ-વ્હીલર ચાલક તેમજ પાછળ બેસનાર વ્યકિતએ હેલ્મેટ ફરજિયાત છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓ (ખાનગી/સરકારી) પણ પોતાના તમામ અધિકારી/કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા પ્રોત્સાહિત કરે તે માટે આપના સહકારની વિનંતી છે.