મોરબીબ્રિજ દુર્ઘટના,મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર આજે ચુકાદો આપવામાં આવ્યો છે.

મોરબીબ્રિજ દુર્ઘટના,મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી
New Update

ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર આજે ચુકાદો આપવામાં આવ્યો છે. હાઇકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. આથી જયસુખ પટેલને જેલમાં જ રહેવું પડશે.

ગત સુનાવણીમાં જજ દિવ્યેશ જોશીની અરજી પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો, પરંતુ આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી ઉપસ્થિત થયેલા એડિશનલ એડવોકેટ જનરલ મિતેષ અમીને આરોપીના જામીનનો વિરોધ કરવાની જગ્યાએ કોર્ટને વિવેકશક્તિ વાપરીને નિર્ણય કરવાનું કહ્યું હતું અને આરોપીની તરફેણ કરી હતી. ગયા વર્ષે ઘટેલ મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર ગુજરાત હાઇકોર્ટમાં જજ દિવ્યેશ જોશીની કોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી. અરજદાર વતી એડવોકેટ નિરુપમ નાણાવટીએ દલીલો કરતા જણાવ્યું હતું કે, હકિકતથી કોઈ ભાગી શકે તેમ નથી. ચાર્જશીટ અને સપ્લીમેન્ટરી ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે. મોરબી સેશન્સ કોર્ટમાં વર્તમાન અરજદારે આગોતરા જામીન મૂક્યા હતા. જેને પાછા ખેંચવામાં આવ્યા હતા. આરોપીના સાતથી આઠ દિવસના પોલીસ રિમાન્ડ પણ આપવામાં આવ્યા હતા. આને બેદરકારી કહી શકાય. અરજદાર જાતે બ્રિજના રિપેરને નિરીક્ષણ નહોતા કરતાં તે કામ માટે સ્પેશિયલ સ્ટાફ અને મેનેજર નીમવામાં આવ્યા હતા. 6 સહ આરોપીઓને હાઈકોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. જેમાં બે ટિકિટ વેચનાર, ત્રણ સિક્યોરિટી ગાર્ડ અને એક મેનેજરનો સમાવેશ થાય છે.

#Gujarat #CGNews #High Court #rejects #Jaysukh Patel #Morbi #Morbi Bridge Collapsed #bail #Morbi Bridge accident
Here are a few more articles:
Read the Next Article