Connect Gujarat
ગુજરાત

હિંમતનગર: 6 વર્ષનો આ બાળક સંસ્કૃતના કઠિન શ્લોક બોલે છે કડકડાટ, જુઓ વિશેષ અહેવાલ

હિંમતનગરનો 6 વર્ષનો બાળક ચર્ચાનું કેન્દ્ર, સંસ્કૃતના કઠિન શ્લોક બોલે છે કડકડાટ.

X

દરેક વ્યક્તિમાં અમર્યાદિત બુદ્ધિ ક્ષમતા એ ભગવાને આપેલી વિશિષ્ટ તાકાત છે જોકે કેટલાક બાળકો ને મળેલી અદ્વિતીય સ્મરણ શક્તિનો પરિવારજનોને બાળપણથી જ અનુભવ થતો હોય છે જેમાં સામાન્ય બાળકો મોબાઇલ સહિત નાની મોટી રમતોમાં સમય પસાર કરતા હોય છે પરંતુ હિંમતનગરનો એક બાળક વિશિષ્ટ બુદ્ધિ ક્ષમતા સાથે સ્થાનિક વિસ્તારમાં ચર્ચાસ્પદ બની રહ્યો છે જોઈએ એક અહેવાલ.

સામાન્ય રીતે પાંચથી છ વર્ષની ઉંમર પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવવા માટેની પણ યોગ્યતા ધરાવતી નથી. આ સાથે જ છ વર્ષની ઉંમરે મોટાભાગના બાળકો નાની મોટી રમતો સહિત મોબાઈલની ગેમ સહિત નર્સરી વર્ગ એક અને બેમાં અભ્યાસ કરતા હતા. આ બધાંથી જ વિપરીત છે હિંમતનગરનો એક બાળક કે જે છ વર્ષની ઉંમરનો મંત્ર પટેલ મોટાઓને પણ શરમાવે તેવા સંસ્કૃતના કઠિન શ્લોકનું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે જાપ કરે છે. તેમજ શિવ તાંડવ જેવા શ્લોકોનું મુખપાઠ કરે છે.

છ વર્ષની ઉંમર ધરાવતા મંત્ર પટેલને વિશેષ કોઈ સલાહ-સૂચન કે તૈયારી વિના બાળપણથી જ જાણે કે કંઠસ્થ હોય તેમ મોટા ભાગની ચાલીસા સહિત શ્રીમદ્ ભગવત ગીતા અને શિવ તાંડવ કંઠસ્થ કર્યા છે. સામાન્ય રીતે બાળકોના જન્મદિવસે નાના-મોટા રમકડાં સહિત તેમની મનપસંદ ચીજ વસ્તુઓ આપીને તેમને ખુશ કરાવતા હોય છે.

જ્યારે મંત્ર પટેલના જન્મદિન નિમિત્તે ત્રણ વર્ષ અગાઉ અપાયેલ શ્રીમદ્ ભગવદ ગીતાથી તેનામાં આમૂલ પરિવર્તન આવ્યું છે. મંત્ર પટેલ મોટાઓને પણ શરમાવે તેવા મંત્રો તદ્દન સરળતાથી સ્પષ્ટ ઉચ્ચાર સાથે બોલી બતાવે છે.

Next Story