ગુજરાત સરકારની ઐતિહાસિક વહીવટી પહેલ, વાંચો શું લેવાયો નિર્ણય

ગત વર્ષ 2023-24નું બજેટનું કદ રૂ. 3.01 લાખ કરોડ હતું . જે વર્ષ 2024-25માં વધીને રૂ.3.32 લાખ કરોડ થયું

ગુજરાત સરકારની ઐતિહાસિક વહીવટી પહેલ, વાંચો શું લેવાયો નિર્ણય
New Update

ગુજરાતના ઈતિહાસમાં રાજ્ય સરકારે વિકાસકામો માટે ઐતિહાસિક વહીવટી પહેલ કરી છે. વિધાનસભામાં વર્ષ 2024-25નું બજેટ પસાર થતા માર્ચ માસમાં જ તમામ વહીવટી મંજૂરીઓ આપવાની પ્રક્રિયા હાથ ધરાતા રાજ્યમાં વિકાસના કામોને નવી ગતિ મળશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. પ્રવક્તા મંત્રી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ગત વર્ષ 2023-24નું બજેટનું કદ રૂ. 3.01 લાખ કરોડ હતું . જે વર્ષ 2024-25માં વધીને રૂ.3.32 લાખ કરોડ થયું છે. ગત વર્ષે તા.24 ફેબ્રુઆરી 2023ના રોજ જ્યારે આ વર્ષે તા.02 ફેબ્રુઆરી 2024ના રોજ નાણા મંત્રી કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કર્યું હતું.

સામાન્ય રીતે દર વર્ષે માર્ચ મહિનામાં બજેટ સત્ર પૂર્ણ થવાથી વહીવટી મંજૂરીની પ્રક્રિયા એપ્રિલ-મે માસમાં પૂર્ણ થતી હોય છે. જેના બદલે આ વર્ષે માર્ચ માસમાં જ તમામ વહીવટી મંજૂરીઓ આપવાની પ્રક્રિયા પૂર્ણ થવાની હોઇ વિકાસના કામોને નવીન ગતિ મળી છે. વર્ષ 2024-25ના બજેટમાં વહીવટી મંજૂરી માટે રજૂ થયેલ કુલ 2506 ચાલુ બાબત પૈકી 2219 એટલે કે 88.54% ચાલુ બાબતોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જે ઐતિહાસિક વહીવટી પહેલ છે.

#ConnectGujarat #Gujarati News #ગુજરાત સરકાર #Gujarat Goverment #RushikeshPatel #Gujarat Government Budget
Here are a few more articles:
Read the Next Article