ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટી રેડ
સિહોરમાં નશીલા પદાર્થોની ખેતીનો પર્દાફાશ
આશરે 1100 કિલો ગાંજા તથા અફીણની ખેતી ઝડપાઇ
રૂ.10.50 કરોડનો લીલો ગાંજો અને અફીણ ઝડપાયું
નશીલા દ્રવ્યની ખેતી કરતા બે ભાઈઓની ધરપકડ
ભાવનગર જિલ્લાના સિહોરમાં વાડીમાં મોટા પ્રમાણમાં નશીલા દ્રવ્યોનાં વાવેતરનો પોલીસે પર્દાફાશ કર્યો હતો.અને રૂપિયા 10.50 કરોડનો લીલો ગાંજો અને અફીણ સાથે બે સગાભાઇઓની ધરપકડ કરી હતી.
ભાવનગર જિલ્લામાં નશીલા પદાર્થોના વેપલા સામે પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. સિહોર પોલીસને બાતમી મળી હતી કે વાડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નશીલા દ્રવ્યોનું વાવેતર થઈ રહ્યું છે, જેના આધારે દરોડા પાડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આ ગુનાહિત ખેતીમાં સંડોવાયેલા બે સગા ભાઈઓની પોલીસે સ્થળ પરથી ધરપકડ કરી છે. હાલ પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે,તથા આ નશીલા દ્રવ્યો ક્યાં સપ્લાય થવાના હતા, તે દિશામાં ઉંડી તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં નશાબંધી વચ્ચે આટલા મોટા પાયે થતી ખેતીએ સુરક્ષા એજન્સીઓ માટે પણ ચિંતાનો વિષય બનાવ્યો છે, પરંતુ સિહોર પોલીસની આ કામગીરીથી ડ્રગ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.