ગૃહમંત્રી અમિત શાહે સોમનાથ મહાદેવ સમક્ષ શીશ ઝુકાવ્યુ, હાટ બજારને પણ ખુલ્લુ મૂક્યુ..
BY Connect Gujarat Desk11 Sep 2022 3:38 PM GMT
X
Connect Gujarat Desk11 Sep 2022 3:38 PM GMT
ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા
હાટ બજારને ખુલ્લુ મૂક્યું
હનુમાનજીની 16 ફૂટ ઊંચી મૂર્તિનું કર્યું અનાવરણ
દેશના ગૃહ પ્રધાન અને સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી અમિતશાહે સોમનાથ મહાદેવને શિષ ઝુકાવી આશીર્વાદ લીધા હતા.સોમનાથ ખાતે નિર્માણ પામેલ હાટ બજારનું ઉદ્ઘાટન અને હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. અમિત શાહ બપોરે હેલિકોપટર મારફતે સોમનાથ આવી પહોંચ્યા હતા. અમિત શાહે સોમનાથ ખાતે હાટ બજાર ખુલ્લી મૂકી હતી જેમાં 250 જેટલા પરિવારોને રોજી રોટી મળશે અને શ્રદ્ધાળુઓ ખરીદી કરી શકશે. અમિત શાહે હનુમાનજીની 16 ફૂટ ઊંચી મૂર્તિનું પણ અનાવરણ કર્યું હતું જે પ્રતિમા અમરેલી ખાતે તૈયાર કરવામાં આવી છે.
Next Story