આ વર્ષે ચોમાસું કેવું રહેશે?: 50થી વધુ આગાહીકારોએ એકસાથે કરી વરસાદની આગાહી

આકાશમાં જે ગર્ભ બંધાઈ છે તેને લઈને પણ કોઠાસૂઝ મુજબ આગાહીકારો દ્વારા આ વર્ષે આગાહી કરવામાં આવી

New Update
આ વર્ષે ચોમાસું કેવું રહેશે?: 50થી વધુ આગાહીકારોએ એકસાથે કરી વરસાદની આગાહી

આગામી ચોમાસાને લઈ સૌ કોઈ મૂંઝવણમાં હોય છે ખાસ કરીને ખેડૂતો ત્યારે આ વર્ષે વરસાદ કેટલો થશે જેનો વર્તારો આપવા ગુજરાતભરમાંથી 50થી વધુ આગાહીકારોએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન મંડળની બેઠકમાં ભાગ લીધો હતો.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલા આગાહીકારો વનસ્પતિ, પક્ષીઓની ચેષ્ઠા, અખાત્રીજનો પવન હોળીની ઝાડ ટીટોડીના ઈંડા, આંબા લીંબોડી લીમડા અને અન્ય ઝાડ પર આવેલા ફાલ પરથી વરસાદનું હનુમાન લગાવતા હોય છે. આ વર્ષે આકાશમાં જે ગર્ભ બંધાઈ છે તેને લઈને પણ કોઠાસૂઝ મુજબ આગાહીકારો દ્વારા આ વર્ષે આગાહી કરવામાં આવી હતી, જેમાં આ વર્ષે 12થી 14 આની વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને આ વર્ષનું લાંબુ રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મળેલ વર્ષા વિજ્ઞાન મંડળની બેઠક:-


જંગલમાં આ વર્ષે વનસ્પતિ કેવી હતી? જેમાં જંગલમાં ઉગેલા કેરડા બોરડી લીમડા જે કુદરતી રીતે ઉગતા હોય છે કારણ કે જંગલમાં તેને કોઈ પાણી પૂરું પાડતું નથી અને આ કુદરતી રીતે ઉગેલા ઝાડ વરસાદના સંકેતો આપે છે. આ વર્ષે બોરડીમાં બોરનો, લીંબડીમાં લીંબોળી ખૂબ આવી હતી જેને કારણે વરસાદ વધુ થવાની શક્યતાઓ છે.

આ વર્ષે સૌરાષ્ટ્ર ભરમા ચોમાસુ ખૂબ સારું થશે તેવું અનુમાન છે જેમાં પણ જૂનાગઢ, દ્વારકા, જામનગર પંથકમાં વરસાદ વધુ સારો થશે તેવું અનુમાન છે. સુરેન્દ્રનગર, ભાવનગર પંથકમાં વરસાદ માફક રહેશે. તેમજ દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં વરસાદ સારો વરસસે છે. આ વર્ષે 12થી 15 આની જેટલું વર્ષ રહેશે.

55 જેટલા આગાહીકારોનો સૂર એવો મળે છે કે, જૂનના બીજા અઠવાડિયાથી બે તબક્કામાં વાવણી થશે અને જૂનના અંત સુધીમાં બંને તબક્કાની વાવણી પૂરી થઈ જશે. આ વર્ષે 12થી 14 આની જેટલું વર્ષ રહેવાની આગાહી કરવામાં આવી છે. 54થી 55 જેટલા વરસાદના દિવસો રહેશે. જૂનના બીજા અઠવાડિયાથી શરૂ થઈ ઓક્ટોબરની 20 તારીખ આસપાસ ચોમાસુ પૂરું થશે.

Latest Stories