Connect Gujarat
ગુજરાત

IAS અભિષેક સિંઘને સ્ટેટ્સ રાખવું ભારે પડ્યું, ગુજરાત ઇલેક્શન કમિશને તમામ જવાબદારીમાંથી કર્યા મુક્ત...

ગુજરાતમાં ઉત્તરપ્રદેશ કેડરના એક IAS અધિકારીઓને સોશિયલ મીડિયા પર દંભ કરવાનું ભારે પડી ગયું.

IAS અભિષેક સિંઘને સ્ટેટ્સ રાખવું ભારે પડ્યું, ગુજરાત ઇલેક્શન કમિશને તમામ જવાબદારીમાંથી કર્યા મુક્ત...
X

ગુજરાતમાં ઉત્તરપ્રદેશ કેડરના એક IAS અધિકારીઓને સોશિયલ મીડિયા પર દંભ કરવાનું ભારે પડી ગયું. આ આઈએએસ અધિકારીનું નામ અભિષેક સિંઘ છે. જેઓ ગુજરાતમાં બાપુનગર અને અસારવા બેઠક માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ઓબ્ઝર્વર તરીકે નીમવામાં આવ્યા હતા. વાત જાણે એમ છે કે, અભિષેક સિંઘે ગુજરાતમાં આવ્યા બાદ ગુરુવારે એટલે કે, તા. 24 કલાક પહેલા જ તેમણે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, અને તેમાં કેપ્શનમાં લખ્યું હતું કે, તેઓ ગુજરાતમાં આવ્યા છે ઇલેક્શનમાં ઓબ્ઝર્વર તરીકે. જોકે, 24 કલાકમાં જ તેમના ફોટામાં આપેલા 'પોઝ'ને પગલે તેમની સામે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ પગલા લીધા છે, અને તેમને ગુજરાતમાંથી તમામ જવાબદારીઓમાં મુક્ત કર્યા છે


આ બેચના અધિકારીએ સામાન્ય નિરીક્ષક તરીકે તેમની પોસ્ટ શેર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કર્યો હતો, અને તેમની સ્થિતિનો ઉપયોગ 'પબ્લિસિટી સ્ટંટ' તરીકે કર્યો હતો. આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી અને ગુજરાત ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર તરીકેની તેમની ફરજોમાંથી તેમને મુક્ત કર્યા છે. અભિષેક સિંહ ગુરુવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર 2 ફોટા શેર કર્યા હતા. આ તસવીરોમાં તે કાર સાથે જોવા મળે છે, જેના પર ગુજરાત ચૂંટણી 2022 'ઓબ્ઝર્વર' લખેલું હતું. તે જ સમયે, અન્ય એક ફોટામાં, કેટલાક અધિકારીઓ અને બંદૂકધારી પણ તે જ કારની સામે ઉભા જોવા મળે છે. આ તસવીરોને લગભગ સાડા અગિયાર હજાર લોકોએ લાઈક પણ કરી છે. તા. 22 ફેબ્રુઆરી 1983ના રોજ જન્મેલા IAS ઓફિસર અભિષેક સિંહ યુપીના જૌનપુરના રહેવાસી છે. UPSC 2011 પાસ કરી IAS બન્યા. IAS ઓફિસર હોવા ઉપરાંત અભિષેક એક્ટર પણ છે. અભિષેકસિંહ ઘણી વેબ સિરીઝ અને ટીવી સિરિયલોમાં પણ જોવા મળ્યો છે. તેમની પત્ની દુર્ગા શક્તિ નાગપાલ પણ IAS ઓફિસર છે. અભિષેકસિંહને ઈન્સ્ટાગ્રામ પર 30 લાખ લોકો ફોલો કરે છે. તે જ સમયે, ટ્વિટર પર પણ 31 હજારથી વધુ ફોલોઅર્સ છે.

Next Story