“કારખાનું ચાલુ રાખવું હોય તો રોજના 20 હજાર આપવા પડશે” : સુરેન્દ્રનગર-થાનમાં ખંડણીખોરો બે’ફામ...

સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકાર અલ્તાફભાઈને કારખાના ઉપર જઈને આવારા તત્વો દ્વારા ખંડણી માંગવામાં આવી

New Update
“કારખાનું ચાલુ રાખવું હોય તો રોજના 20 હજાર આપવા પડશે” : સુરેન્દ્રનગર-થાનમાં ખંડણીખોરો બે’ફામ...
Advertisment

જીલ્લામાં સતત કથળતી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ

Advertisment

સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને ધમકી

સીરામીક ઉદ્યોગકારો પાસે આવારા તત્વોએ માંગી ખંડણી

દરરોજના રૂ. 20 હજારની આવારા તત્વોએ કરી માંગ

CCTV ફૂટેજના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં આવેલ સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકાર પાસે ખંડણી માંગનાર આવારા તત્વો વિરુદ્ધ પોલીસે કાયદાનો સકંજો કસવા કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે. તેવા સંજોગોમાં ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યા જેવી ઘટનાઓ બનતી હોવાના કિસ્સાઓ તાજેતરમાં સામે આવ્યા છે. સુરેન્દ્રનગરનો થાન પંથક સિરામિક ઉદ્યોગ માટે જાણીતો છે, ત્યારે થાનગઢ પંથકમાં આવેલ સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકાર અલ્તાફભાઈને કારખાના ઉપર જઈને આવારા તત્વો દ્વારા ખંડણી માંગવામાં આવી હતી.

સૌપ્રથમ રાત્રિના 12 વાગ્યાના અરસામાં કાળા કલરની કાર લઈ આવેલા અસામાજિક તત્વોએ પહેલા ડેલા સાથે ધડાકાભેર કાર અથડાવી હતી. જે બાદ અલ્તાફભાઈના કારખાના બહાર બેઠેલા સિક્યુરિટી સાથે ગેરવર્તન કરી તેને છરી દેખાડવામાં આવી હતી. ત્યારબાદ અલ્તાફભાઈ સાથે ગેરવર્તન કરી “કારખાનું જો ચાલુ રાખવું હોય તો દરરોજના 20,000 રૂપિયા આપવા પડશે” તેવી માંગણી કરી હતી.

Advertisment

આ મામલે ભોગ બનનાર સીરામીક ઉધોગકારે પોલીસને જાણ કરી છે. જેમાં કડક કાર્યવાહી થાય અને આવા ખંડણીખોરો પર લગામ લગાવવાનો પ્રયાસ પોલીસ તંત્ર હાથ ધરે તેવી ઉદ્યોગપતિઓ અને વેપારીઓની માંગણી છે. તો બીજી તરફ, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, ત્યારે આ મામલે કાર નંબરના આધારે તેમજ અન્ય પુરાવાઓ એકત્રિત કરવા સાથે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories