સુરેન્દ્રનગરના દેવસર ગામમાં મહિલાઓ પાણીની એક એક બુંદ વલખાં મારી રહી છે

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના દેવસર ગામમાં લોકો પીવાના પાણીની એક એક બુંદ માટે રીતસરના વલખા મારતા નજરે પડી રહ્યાં છે.

New Update

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના દેવસર ગામમાં લોકો પીવાના પાણીની એક એક બુંદ માટે રીતસરના વલખા મારતા નજરે પડી રહ્યાં છે.

જેમાં બે દિવસે એક વખત પાણીનું ટેન્કર  આવતા મહિલાઓ વચ્ચે બેડાયુદ્વના દ્રશ્યો સહજ બન્યા છે. તંત્ર દ્વારા પીવાના પાણીના આ ગંભીર પ્રશ્નનો તાકીદે નિવેડો લાવવામાં આવે એવી વ્યાપક માંગ દેવસર ગામના લોકોએ ઉઠાવી છે. ટેન્કરમાંથી પાણી ભરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડેલી આ મહિલા પીવાના પાણીની એક એક બુંદ માટે રઝળપાટ કરતી નજરે પડી રહી છે. જેમાં માત્ર મહિલાઓ જ નહીં પણ પાણીની બાલ્ટી ભરીને લઈ જઈ રહેલા આ પુરુષો પણ પાણી માટે વલખા મારતા નજરે પડી રહ્યાં છે. પીવાના પાણી માટે બેડા યુદ્ધના આ દ્રશ્યો કોઈ છેવાડાના ગામડાના કે પછાત રાજ્યના નહી પરંતુ કહેવાતા વાઇબ્રન્ટ ગુજરાતના છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના દેવસર ગામમાં રહેતા લોકોને ટેન્કર દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યો સરકારની હર ઘર નળ યોજનાની જમીની હકીકત દર્શાવી રહ્યા છે. અહી દર બે દિવસે પાણીનું એક ટેન્કર આવે છેજેમાંથી પાણી ભરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો માથે બેડા ઉંચકીને કે હાથમા બાલ્ટી લઈને ઉમટી પડે છે. અને પીવાનું પાણી ભરવા માટે પડાપડી થાય છે.

 જેમાં ઘરે ઘરે પાણી પહોચાડવા માટે સરકાર દ્વારા નર્મદા યોજના અને સૌની યોજના લાગુ કરવામાં આવી હતી. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના દેવસર ગામમાં હજુ સુધી એક પણ યોજનાનો લાભ નથી મળ્યો. ત્યારે દેવસર ગામમાં પાણીની આ સમસ્યા હલ થવામાં હજુ કેટલા વર્ષ લાગશે તે એક સણસણતો સવાલ છે. 

Latest Stories