ગુજરાતમાં આંધી-વટોળ સાથે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો અંબાલાલ પટેલની આગાહી

રાજ્યમાં તા. 4 જૂન પહેલા પ્રિ-મોન્સૂનની એક્ટિવીટી જોર પકડશે. તેમજ રાજ્યમાં આંધી અને વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

New Update
ગુજરાતમાં આંધી-વટોળ સાથે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો અંબાલાલ પટેલની આગાહી

વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં તા. 4 જૂન પહેલા પ્રિ-મોન્સૂનની એક્ટિવીટી જોર પકડશે. તેમજ રાજ્યમાં આંધી અને વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતનાં ડાંગ અને વલસાડમાં વરસાદ થશે. તેમજ ભરૂચ અને પંચમહાલ જીલ્લામાં પણ વરસાદની શક્યતા છે. 4 જૂન સુધી ખેડા, વડોદરા, આણંદ, ધંધુકા, ધોળકામાં વરસાદ થશે. તેમજ સૌરાષ્ટ્રનાં ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થશે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડશે.

હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી:-

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં તા. 28 મે થી 1 જૂન સુધી રાજ્યમાં દરિયા કિનારાનાં વિસ્તારમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. જેમાં તા. 28 થી 29 દરમ્યાન હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં દરિયાકાંઠાનાં વિસ્તારનાં 50 કિમી નાં વિસ્તારમાં ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની ચેતવણી આપી છે. જેમાં દરિયા કિનારાનાં વિસ્તાર એવા કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દાદરા અને નગર હવેલી વિસ્તારમાં આગાહી કરવામાં આવી છે.

Latest Stories