ગુજરાતમાં પાટીદારોના 80 ટકા મત ભાજપને મળ્યા

ગુજરાતમાં મહિલા-પુરુષ, યુવા-વડીલ, ગરીબ-મધ્યમવર્ગીય, શહેરી-ગ્રામીણ લોકોએ કોને કેટલા મત આપ્યા? સેન્ટર ફોર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટી (સીએસડીએસ)-લોકનીતિના પોસ્ટ-પોલ સરવે મુજબ, ગુજરાતમાં પાટીદારોના 79.6% મત ભાજપને મળ્યા

New Update
ભાજપ

ગુજરાતમાં મહિલા-પુરુષ, યુવા-વડીલ, ગરીબ-મધ્યમવર્ગીય, શહેરી-ગ્રામીણ લોકોએ કોને કેટલા મત આપ્યા? સેન્ટર ફોર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટી (સીએસડીએસ)-લોકનીતિના પોસ્ટ-પોલ સરવે મુજબ, ગુજરાતમાં પાટીદારોના 79.6% મત ભાજપને મળ્યા છે જ્યારે કોંગ્રેસને માત્ર 6.1% પાટીદાર મત મળ્યા છે.

ક્ષત્રિય આંદોલન વચ્ચે કોંગ્રેસને 38.5% ક્ષત્રિય મત મળ્યા છે, જ્યારે ભાજપને કોંગ્રેસ કરતાં 20% વધુ એટલે કે 58% ક્ષત્રિય મત મળ્યા છે. 35 વર્ષથી નાની ઉંમરના મતદારોમાં ભાજપને 59%થી વધુ અને કોંગ્રેસને 30% મત મળ્યા હતા. મીડિયાની મતદારો પર કેવી અસર રહ? સરવેમાં જણાવાયું છે કે, મીડિયાનો ઓછો ઉપયોગ કરતાં 60% લોકોએ ભાજપને મત આપ્યા અને 33%એ કોંગ્રેસને મત આપ્યો હતો. જ્યારે એવરેજ મીડિયા પ્લેટફોર્મ જોતાં દર્શકોમાં 62%એ ભાજપને અને 31% કોંગેસને, જ્યારે સૌથી વધુ મીડિયાનો ઉપયોગ કરતાં મતદારોમાં 70%એ ભાજપને અને 19%એ કોંગ્રેસને મત આપ્યો હતો. બિલકુલ ટીવી કે અન્ય મીડિયાનો ઉપયોગ ના કરતાં મતદારોમાં 52% મત ભાજપને અને 43% મત કોંગ્રેસના ફાળે ગયા હતા.

Latest Stories