જુનાગઢ : ભેસાણના જૂની ધારી ગુંદાડી ગામે સેવા સહકારી મંડળીએ રૂ. 6 કરોડની ઉચાપત કર્યાનો ખેડૂતોનો આક્ષેપ...

જૂની ધારી ગુંદાડી ગામમાં સેવા સહકારી મંડળી દ્વારા કરોડો રૂપિયાની ઉચાપત થઈ હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો

New Update
જુનાગઢ : ભેસાણના જૂની ધારી ગુંદાડી ગામે સેવા સહકારી મંડળીએ રૂ. 6 કરોડની ઉચાપત કર્યાનો ખેડૂતોનો આક્ષેપ...

ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાડી ગામનો બનાવ

સેવા સહકારી મંડળી દ્વારા કરોડો રૂપિયાની ઉચાપત

ધરતીપુત્રોએ આક્ષેપ સાથે મચાવ્યો ભારે હોબાળો

મામલતદાર કચેરીએ આવેદન આપી રજૂઆત કરી

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાડી ગામમાં સેવા સહકારી મંડળી દ્વારા કરોડો રૂપિયાની ઉચાપત થઈ હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જુનાગઢના ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાડી ગામમાં સેવા સહકારી મંડળી ચાલી રહી છે. જેમાં સેવા સહકારી મંડળી દ્વારા રૂ. 6 કરોડની ઉચાપત થઈ હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

સમગ્ર મામલે ગ્રામજનો અને ખેડૂતોએ મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં ખેડૂતોના ખાતામાંથી જાણ વગર અંદાજિત રૂ. 6 કરોડ જેવી રકમની ઉચાપત કર્યાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. મંડળીના મંત્રી અને પ્રમુખ અને જેતે વખતના મેનેજર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાય છે. તો બીજી તરફ, ભેસાણ સહકારી મંડળી દ્વારા પણ આ મામલે યોગ્ય તપાસ કરવા અંગે ખાતરી આપવામાં આવી હતી. અને જે કોઈપણ કસૂરવાર જણાશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યુ હતું.