પાવાગઢમાં કડક સુરક્ષામાં પડ્યો છેદ,માતાજીના આભૂષણ ચોરાયા,પોલીસે આરોપીને ઝડપ્યો

શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે ગત 27મી ઓક્ટોબર 2024ની મોડી રાત્રે ઘરફોડિયા તસ્કર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં

New Update
gujarata

શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે ગત 27મી ઓક્ટોબર 2024ની મોડી રાત્રે ઘરફોડિયા તસ્કર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં મંદિરમાં ઘૂસીને મહાકાળી માતાજીના આભૂષણોની ચોરી કરવામાં આવી હતી. ચોરીની ઘટનામાં શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા પાવાગઢ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે ઉંડી તપાસ હાથ ધરી હતી.પોલીસે મંદિરમાંથી ચોરી થયેલા 78 લાખ જેટલી રકમના સોનાના હાર અને સોનાના ઢાળ ચડાવેલા બે મુગુટ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Advertisment

શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરના ગર્ભગૃહ માંથી કરવામાં આવેલી માતાજીના આભૂષણોની ચોરી મામલે ઉંડી તપાસ કરી રહેલી પોલીસને આજે સફળતા મળી છે,પોલીસે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટના ચોરી થયેલા 78 લાખ રૂપિયા જેટલી રકમના એક કિલો ગ્રામ જેટલા સોનાના હાર સાથે તસ્કરને આજે લાભ પાંચમે ઝડપી પડતા મંદિર ટ્રસ્ટે હાશકારો અનુભવ્યો છે.સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નસરપુરના આ તસ્કરની પહેલી ચોરી હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતુંપરંતુ તસ્કર જે રીતે તે ચોરીને અંજામ આપવાના સાધનો સાથે મંદિર સુધી પહોંચ્યો હતો.તે જોતા તેને આ ચોરીને અંજામ આપવા પાકી યોજના બનાવી હોય તેવું લાગી રહ્યું હતું.

આ સમગ્ર ઘટના અંગે જાણકારી આપતા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જણાવ્યું કેમહાકાળી મંદિર માંથી હાર અને અન્ય ધાતુના બે મુગટ ચોરી થયા હોવાની ફરિયાદ બાદ જિલ્લા LCB, SOG તેમજ અન્ય પોલીસ મથકોની અલગ અલગ છ થી સાત ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.તપાસમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સની પણ મદદ લેવામાં આવી હતી.મંદિર તેમજ તળેટીના સીસીટીવી ફૂટેજોની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી હતી,તે દરમિયાન LCB દ્વારા 27મી ઓક્ટોબરના દિવસના સીસીટીવીના જીણવટ ભરી તપાસમાં ભરૂચ પાર્સિંગની ગાડી લઈ આવેલા એક ચાલકની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી.

તપાસ દરમિયાન ચોરીની આ ઘટનામાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નસરપુર ગામના વિદુર ચંદ્રસિંહ વસાવાની સંડોવણી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. પોલીસે તપાસ આધારે આરોપીની ધરપકડ કરી હતી અને તેણે ચોરી કરેલા મહાકાળી માતાજીના બે સોનાના હાર અને આજુબાજુની મૂર્તિઓના એક એક મળી કિ.ગ્રા. સોનાના છ હાર અને સોનાના ઢાળ ચડાવેલા બે મુગટ જે ચોરી કરી તેને એક ટ્રકમાં સંતાડી રાખ્યા હતા તે કબ્જે લીધા હતા.

Latest Stories