દાદરાનગર હવેલીના સેલવાસમાં દિવ્યાંગ ભત્રીજાના નામે કાકાએ રૂ. 89 લાખનું બેંક કૌભાંડ આચર્યું..!

બેંકિંગ કૌભાંડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 77% દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિના નામે ખાનગી બેંકમાં નકલી ખાતું ખોલી 89 લાખ રૂપિયાની હેરાફેરી કરવામાં આવી

New Update
  • સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસની ઘટના

  • કાકાએ ખાનગી બેંકમાં ખાતું ખોલાવી કૌભાંડ આચર્યું

  • દિવ્યાંગ ભત્રીજાના નામે રૂપિયા 89 લાખનું બેંક કૌભાંડ

  • સેલવાસ પોલીસ દ્વારા 2 ભેજાબાજોની ધરપકડ કરાય

  • ભત્રીજાની જાણ બહાર કાકાએ કૌભાંડ આચર્યું : પોલીસ

Advertisment

સંઘ પ્રદેશ દાદરા અને નગર-હવેલીના સેલવાસમાં દિવ્યાંગના નામે થયેલા બેંકિંગ કૌભાંડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 77% દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિના નામે ખાનગી બેંકમાં નકલી ખાતું ખોલી 89 લાખ રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી. આ મામલે સેલવાસ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંઘ પ્રદેશ દાદરા અને નગર-હવેલીના સેલવાસમાં બેંક ફ્રોડ કેસમાં એક કાકાએ પોતાના દિવ્યાંગ ભત્રીજાની જાણ બહાર ખાનગી બેંકમાં ખાતું ખોલી 89 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. સેલવાસ પોલીસે મુખ્ય આરોપી શત્રુંજય પાંડે અને બેંકના પૂર્વ કર્મચારી રાકેશ સિંહની ધરપકડ કરી છે.

આ કૌભાંડમાં શત્રુંજ્ય પાંડેએ જુલાઈ 2022થી જુલાઈ 2023 દરમિયાન પોતાના દિવ્યાંગ ભત્રીજાના નામે બેંક ખાતું ખોલાવ્યું હતુંજેમાં તેણે પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જોડ્યા હતા. આરોપીએ આ ખાતામાંથી ક્રેડિટ કાર્ડ મેળવી QR કોડ મારફતે રકમ ટ્રાન્સફર કરી લીધી હતી.

પોલીસ તપાસમાં આરોપીના ઘરેથી 124 QR કોડ સ્કેનર60 ATM અને ક્રેડિટ કાર્ડ21 બેંક ચેકબુક8 પાસબુકવિવિધ રબર સ્ટેમ્પસરકારી દસ્તાવેજોના રફ ડ્રાફ્ટ14 મતદાર ID કાર્ડ12 સિમ કાર્ડ2 મોબાઈલ ફોન અને અનેક ખાનગી લેટરહેડ મળી આવ્યા છે. આ કેસમાં બેંકના પૂર્વ કર્મચારી રાકેશ સિંહની ભૂમિકા પણ શંકાસ્પદ છે. જેણે મુખ્ય આરોપીને મદદ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories