યાત્રાધામ પાલિતાણામાં તોડફોડનાં પડઘા સુરેન્દ્રનગરમાં રોષે ભરાયેલ જૈન સમાજે કાઢી વિશાળ રેલી

New Update
યાત્રાધામ પાલિતાણામાં તોડફોડનાં પડઘા સુરેન્દ્રનગરમાં રોષે ભરાયેલ જૈન સમાજે કાઢી વિશાળ રેલી

ગિરિરાજ પર્વત પર વિવાદ જાણે કે શમવાનું નામ નથી લઈ રહ્યો. થોડા સમય અગાઉ પર્વત પર આવેલા શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ દ્વારા લાંબા સમય આંદોલન ચાલ્યું હતું. જેમાં ગુજરાત ભરના સંતો મહંતો શિવ મંદિર બચાવવા આંદોલનમાં જોડાયા હતા. અને અંતે સરકારની મધ્યસ્થીથી સમાધાન થયું હતું. ત્યારે હવે પેઢી દ્વારા સૂરજકુંડ ખાતે લગાવવામાં આવેલા સીસીટીવીના થાંભલાઓ નુકશાન કરાતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે શિવ મંદિરના પરિસરમાં પેઢી દ્વારા લોખંડના થાંભલાઓ ઊભા કરી દબાણ કરાતું હોવાની શિવ મંદિરના મહંત દ્વારા અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. શેત્રુંજય પર્વત પર સુરજકુંડ પાસે સીસીટીવી ઉભા કરાયા હતા. કેટલાક લોકોએ સીસીટીવીના પોલ હટાવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં તોડફોડની ઘટના પર મહંતે સ્પષ્ટતા કરી છે કે, કોઈ તોડફોડ નથી કરાઈ માત્ર પોલ હટાવવામાં આવ્યા. તો બીજી તરફ, વિજ પોલ હટાવવામાં આવતા જૈન સમાજમાં નારાજગી જોવા મળી છે. શિવ મંદિરમાં જૈનો દ્વારા દબાણ કરાતું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ લાંબા સમયથી આંદોલન ચલાવે છે.

પાલીતાણા ડુંગર પર તોડફોડ મામલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે. ગૃહ વિભાગે આ મામલાની ગંભીર નોંધ લીધી છે. 5 વાગે ગૃહ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવાઈ હતી. બેઠકમાં આઇજી, એસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને હાજર રહેવા સૂચના અપાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. તો બીજી તરફ જૈન સમાજના અગ્રણીઓ દ્વારા સુરેન્દ્રનગર ખાતે વિશાળ રેલી યોજવામાં આવી હતી. સુરેન્દ્રનગરના દેવ દર્શન ફ્લેટ ખાતે જૈન સમાજ એકત્રિત થયો છે અને ત્યારબાદ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ન્યાયની માંગણી કરવામાં આવી છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ધંધા રોજગારો જૈન અગ્રણીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યા છે અને તપાસ કરી અને યોગ્ય ન્યાય કરવાની માંગણી કરાઈ છે.

Latest Stories