Connect Gujarat
ગુજરાત

સંસ્કારી નગરી વડોદરામાં મોબાઇલ ચોર ટોળકીનો તરખાટ, વાંચો પોલીસે કેવા કર્યા હાલ

સંસ્કારી નગરી વડોદરામાં મોબાઇલ ચોર ટોળકીનો તરખાટ, વાંચો પોલીસે કેવા કર્યા હાલ
X

આજની યુવા પેઢી નશાના રવાડે ચઢી અભ્યાસ તથા કેરીયર બનાવવા તરફથી ધ્યાન ભટકાવી રહીં છે. સારો અભ્યાસ કરી આગળ વધી સારી નોકરી મેળવવાનુ તો દુરની વાત છે પણ શોર્ટ કટથી કંઇ રીતે રૂપિયો મેળવી પોતોના મોજ શોખ પુરા કરી શકાય તેના અવનવા પ્રયોગ કરી ગુનાહની રાહે ચઢી બેસે છે. આવોજ એક કિસ્સો વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં સામે આવ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે, છેલ્લા ઘણા સમયથી મોબાઇલ ફોનની ચીલ ઝડપના કિસ્સાઓ મકરપુરા જીઆઇડીસીમાં બનતા સામે આવી રહ્યાં હતા. જેથી પોલીસની કામગીરી સામે પણ અનેકો સવાલો ઉભા થઇ રહ્યાં હતા. એક બાદ એક મોબાઇલની ચોરી થતાં પોલીસ પણ ગુનેગારોને ઝડપી પાડવા એક્ટીવ થઇ હતી. જોકે આ ગુનેગારો વારંવાર એક જ મોડ્સ ઓપરેન્ડી વાપરી ચાલુ ગાડીએ મોબાઇલ ફોનની ચીલ ઝડપ કરી ભાગી છુટતા હતા.

જેથી માંજલપુર પોલીસ સ્ટેશનના પી.આઇ ડી.બી વાળાના માર્ગદર્શન હેઠળ મોબાઇલ ચોર ટોળકીને ઝડપી પાડવા એક ટીમ બનાવવામાં આવી હતી. જેમાં પી.એસ.આઇ એ.યુ નિનામા. હેડ કોન્સ્ટેબલ ઠાકોરભાઇ,નરેન્દ્રભાઇ, જયકિશન તથા પોલીસ કોન્સ્ટેબલ જીવણભાઇ, અલ્પરાજસિંહ, નૈનેશભાઇ , હરીશભાઇ,ભગીરથસિંહ તેમજ રઘુભાઇનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

મોબાઇલની ચીલ ઝડપ કરતી ટોળકીને ઝડપી પાડવા પોલીસની આ ટીમ તમામ દિશાઓમાં તપાસ કરી હતી, તેવામાં પોલીસ કોન્સ્ટેબલ જીવણભાઇને જાણકારી મળી કે, મોબાઇલ ચોરી કરતી ટોળકી ચોરીના મોબાઇલ વેચવા માટે ચોરીનીજ એક્ટિવા લઇને મકરપુરા જીઆઇડીસીની વાસુ કંપની તરફ ભુમી ચોકડી તરફ આવનાર છે. આટલી બાતમી મળતાની સાથે આખી ટીમ વોચમાં ગોઠવાઇ ગઇ હતી અને વર્ણન વાળી ચોરીની એક્ટિવા આવતા જ તેના પર સવાર મોબાઇલ ચોરી કરનાર હિતેન પ્રવિણભાઇ સોલંકી, જયંત રમેશભાઇ વાકોડે અને આર્યન લક્ષ્મણગીરી ગોસ્વામીને ઝડપી પાડવામાં આવ્યાં હતા.

પોલીસના હાથે ઝડપાયેલા આ ત્રણેયની અંગત ઝડતી કરતા ચીલ ઝડપ કરેલા 8 સ્માર્ટ ફોન કબજે કરવામાં આવ્યાં હતા. તથા ચોરીની એક્ટિવ પણ પોલીસ જપ્ત કરી હતી. મોબાઇલ ચોરી કરનાર આ ટોળકીના ત્રણ પૈકી બે જયંત વાકોડે અને હિતેન સોલંકી અગાઉ બે વખત જે.પી પોલીસ સ્ટેશન અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ઝડપાયેલા હોવાનુ તપાસ દરમિયાન સામે આવ્યું હતુ..

Next Story