-
જિલ્લામાં પ્રથમવાર ઈન્ડક્શન પબ્લિસિટી એક્ઝિબિશન કાર્યક્રમ
-
ઈન્ડિયન એરફોર્સ દ્વારા મોડાસાની સાયન્સ કોલેજ ખાતે આયોજન
-
એક્ઝિબિશન ઓન વ્હીકલ સાથે ઈન્ટરેક્શન કાર્યક્રમનું આયોજન
-
ઈન્ડિયન એરફોર્સમાં કરિયર કેવી રીતે બનાવવું તે અંગે સંવાદ
-
વર્ચ્યુલ રીયાલિટી સાથે વિદ્યાર્થીઓને કામગીરી અંગે માહિતી આપી
ઈન્ડિયન એરફોર્સ દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર ઈન્ડક્શન પબ્લિસિટી એક્ઝિબિશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસાની સર પી.ટી.સાયન્સ કોલેજ ખાતે ઈન્ડિયન એરફોર્સમાં કરિયર કેવી રીતે બનાવવું તે અંગે વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ યોજાયો હતો.
ઈન્ડિયન એરફોર્સ દ્વારા ઈન્ક્શન પબ્લિસિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાની મોડાસાની સર પી.ટી.સાયન્સ કોલેજ ખાતે યોજાયેલા એક્ઝિબિશન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઈન્ડિયન એરફોર્સ અંગે જાણકારી આપવામાં આવી હતી.
ઈન્ડિયન એર ફોર્સ એટલે કે, ભારતીય વાયુ સેનામાં કેવી રીતે ભરતી થયા છે, કેવી તકો હોય છે, કેવી રીતે આગળ વધી શકાય તે અંગે વિદ્યાર્થીઓને જરૂરી જાણકારી આપવામાં આવી હતી.
આ સાથે જ વિદ્યાર્થીઓને ભારતીય વાયુસેનાની કામગીરી અંગે વર્ચ્યુલ રીયાલિટી સમજાવવામાં આવી હતી. ફાઈટર જેટ કેવી રીતે કામ કરે છે, તે તમામ વિગતો વિદ્યાર્થીઓ સાથે શેર કરવામાં આવી હતી. મોટાભાગે યુવાઓને ઈન્ડિયન એરફોર્સ, નેવી સહિતના આર્મફોસમાં જોડાવા અંગે જાણકારી હોતી નથી. જેથી એક્ઝિબિશન ઓન વ્હીકલ સાથે ઈન્ડિયન એરફોર્સ દ્વારા નવતર અભિગમ થકી વિદ્યાર્થીઓ સાથે ખાસ ઈન્ટરેક્શન કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.