IPS હસમુખ પટેલે સક્રિય સેવામાંથી આપ્યું રાજીનામુ,GPSCના ચેરમેન તરીકે સંભાળશે ચાર્જ

ગુજરાત સરકારમાં ફરજ બજાવી રહેલા IPS અધિકારી હસમુખ પટેલ તેમની સક્રિય સેવામાંથી રાજીનામું આપશે,હસમુખ પટેલની GPSCના ચેરમેન તરીકે નિમણૂક થઈ છે.

New Update
hasmukh
Advertisment

ગુજરાત સરકારમાં ફરજ બજાવી રહેલા IPS અધિકારી હસમુખ પટેલ તેમની સક્રિય સેવામાંથી રાજીનામું આપશે,હસમુખ પટેલની GPSCના ચેરમેન તરીકે નિમણૂક થઈ છે.અને 11 નવેમ્બરે GPSCના ચેરમેન તરીકે તેઓ ચાર્જ સંભાળશે.હસમુખ પટેલએ ખૂબ સારા અને ઉમદા અધિકારી છે અને તેમને જેટલી પણ જવાબદારી સોંપાઈ હતી,તે તમામ જવાબદારી તેમણે સારી રીતે નિભાવી છે.

Advertisment

 IPS હસમુખ પટેલ ચાલુ વર્ષે 11 નવેમ્બરથી GPSC ના ચેરમેન તરીકે ચાર્જ સંભાળશે.ત્યારે આ મહત્ત્વની જવાબદારી સંભાળતા પહેલા IPS ની સક્રિય સેવાઓ માંથી હસમુખ પટેલે રાજીનામું આપ્યું છે.GPSC નાં ચેરમેનનું પદ બંધારણીય હોવાથી સરકારી સેવામાંથી રાજીનામું આપવું પડે છે. હવે પોલીસ ભરતી બોર્ડ અને પંચાયત પસંદગી બોર્ડ નિમણૂક સંદર્ભે સરકાર જલદી નિર્ણય લઈ શકે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

Latest Stories