/connect-gujarat/media/post_banners/f0e5b88b2afdfbd68e41e1d078c424eded9c62d1fb54a2f820d9965344c8e6d2.jpg)
જંબુસરના એક ગામમાં દારૂડિયા પતિના ત્રાસથી 2 સંતાનની માતા પિયર જતી રહ્યા બાદ નરાધમે ફળિયામાં રહેતા 5 વર્ષના બાળકને પોતાની વિકૃતિનો ભોગ બનાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાની ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.
જંબુસરના એક ગામમાં રહેતો કલ્પેશ રાઠોડના 2 વર્ષ પેહલા લગ્ન થયા હતા અને તેને 2 સંતાનો પણ છે. દારૂની લત ધરાવતો કલ્પેશ મારઝૂડ પણ કરતો હોય તેની પત્ની કંટાળી પિયર જતી રહી હતી.દરમિયાન ફળિયામાં રહેતો 5 વર્ષનો માસૂમ બાળક ઘરની બહાર ઉભો હોય કલ્પેશ તેને પોતાની સાથે લઈ ગયો હતો. થોડીવાર પછી રડતા બાળકને તેના ઘર બહાર છોડી તે જતો રહ્યો હતો.
પરિવારે રડતા પોતાના દીકરાને જોતા સમગ્ર હકીકત બહાર આવતા તેઓ ડઘાઈ ગયા હતા. ઘટના અંગે જંબુસર પોલીસ મથકે કલ્પેશ રાઠોડ સામે ફરિયાદ નોંધવતા ગામમાંથી જ આરોપીને ઝડપી પડાયો હતો. દારૂની લત ધરાવતા કલ્પેશએ 5 વર્ષના બાળકને પોતાની વિકૃત વાસનાનો ભોગ બનાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જે અંગે પોસ્કો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.